pm moodi urges kids to make vidios tanzanian siblings kili and neema paul in mann ki baat
Mann ki Baat /
ઇન્સ્ટા પર વાયરલ કીલી-નીમા તો મન કી બાતમાં પણ ચમક્યા, PM મોદીએ કહ્યું તમે પણ આવા VIDEO બનાવો
Team VTV12:07 PM, 27 Feb 22
| Updated: 12:17 PM, 27 Feb 22
જો તમે ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોતાં હશો તો તમે ટાન્ઝાનિયાના ભાઈ-બહેન કિલી અને નીમાને તો ઓળખતા જ હશો. આજે મન કી બાતમાં PM મોદીએ પણ તેમનો ઉલ્લેખ કર્યો હતો.
PM મોદીએ કરી Mann ki Baat
બાળકોને બીજી ભાષામાં Video બનાવવા કરી અપીલ
'એક ભારત શ્રેષ્ઠ ભારત' નો પ્રયાસ
જો તમે ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોતાં હશો તો તમે ટાન્ઝાનિયાના ભાઈ-બહેન કિલી અને નીમાને તો ઓળખતા જ હશો. આ બંને બૉલીવુડના ગીતો પર લિપ સિંક કરીને વિડિયોઝ બનાવતા હોય છે અને હવે તેઓ દુનિયાભરમાં વાયરલ થઈ ગયા છે. Kili Paul અને Neema ને હવે ઘણા બધા ભારતીયો ઓળખે છે અને પસંદ પણ કરે છે.
એટલે સુધી કે આજે મન કી બાતમાં PM મોદીએ પણ તેમનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એ લોકોએ સોશ્યલ મીડિયામાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે. તેમણે દેશના બાળકોને પણ એ પ્રકારે પોતાના રાજ્ય સિવાયની વિવિધ ભાષામાં વિડીયો બનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતને પ્રમોટ કરવા માટે આહ્વાન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલા જ એમ્બસી દ્વારા પણ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બંનેનું તાન્ઝાનિયામાં ભારતના હાઈ કમિશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ભારતીય રાજદૂત બિનયા પ્રધાને તાંઝાનિયામાં હાઈ કમિશનની ઑફિસની મુલાકાત લેનારા કિલી પોલ સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી, જ્યારે ઈન્ટરનેટ પર વાયરલ થયેલા લોકોએ પણ તેમના સોશિયલ મીડિયા પેજિસ પર આ તસવીરો પોસ્ટ કરી હતી.
'એક ભારત શ્રેષ્ઠ ભારત' નો પ્રયાસ
'એક ભારત શ્રેષ્ઠ ભારત'ને ફરીથી વ્યાખ્યાયિત કરવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા ભાઈ-બહેન કિલી અને નીમાની જેમ જ ભારતના વિવિધ રાજ્યોના બાળકોને પણ અલગ ભાષાના લોકપ્રિય ગીતોના લિપ-સિંકિંગ વિડીયો બનાવવા માટે મન કી બાતમાં કરી વિનંતી કરી હતી.