PM મોદીએ જણાવ્યું કે, સમાચારમાં 2014 પહેલા હેડલાઈન્સ આવતી હતી કે આ સેક્ટરમાં આટલા લાખ કરોડનું કૌભાંડ થયું છે, આજે કેવી હેડલાઇન હોય છે? ભ્રષ્ટાચારના કેસોમાં કાર્યવાહીના કારણે ભ્રષ્ટાચારીઓ પર સપાટો.
PM મોદીનું એક કાર્યક્રમમાં નિવેદન
'પહેલા બોમ્બ બ્લાસ્ટની હેડલાઈન્સ બનતી હતી'
'આજે શાંતિ અને સમૃદ્ધિની ખબરો વધુ હોય છે'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે એક કાર્યક્રમમાં દેશમાં થયેલા બદલાવ અંગે ચર્ચાઓ કરી છે. તેમણે તે કાર્યક્રમમાં બદલતા ભારતની તસવીરની પણ વાત કરી હતી. તેમણે આ દરમિયાન મીડિયાને ટીઆરી વધારવાની ફોર્મુલા પણ સમજાવી હતી.
'કૌભાંડોના સમાચાર બતાવીને ઘણી ટીઆરપી ભેગી કરી'
આ સમય દરમિયાન PM મોદીએ જણાવ્યું કે, સમાચારમાં 2014 પહેલા હેડલાઈન્સ આવતી હતી કે, આ સેક્ટરમાં આટલા લાખ કરોડનું કૌભાંડ થયું છે તેમજ ભ્રષ્ટાચાર સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આજે કેવી હેડલાઇન હોય છે? ભ્રષ્ટાચારના કેસોમાં કાર્યવાહીના કારણે ભ્રષ્ટાચારીઓ પર સપાટો. તેમણે કહ્યું કે, મીડિયાએ અગાઉ કૌભાંડોના સમાચાર બતાવીને ઘણી ટીઆરપી ભેગી કરી છે ત્યારે આજે મીડિયા ભ્રષ્ટાચારીઓ સામેની કાર્યવાહી બતાવીને ટીઆરપી વધારી શકે છે.
PM મોદીની ફાઈલ તસવીર
પહેલા નકસ્લીઓના ખતરાની હેડલાઈન્સ બનતી હતી
PM મોદીએ કહ્યું કે, શહેરોમાં બોમ્બ બ્લાસ્ટની હેડલાઈન્સ બનતી હતી. નકસ્લીઓના ખતરાની હેડલાઈન્સ બનતી હતી. આજે શાંતિ અને સમૃદ્ધિની ખબરો વધુ હોય છે. પહેલા પર્યાવરણના નામે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બંધ થઈ ગયાના સમાચાર આવતા હતા. આજે પર્યાવરણને લગતા સકારાત્મક સમાચારોની સાથે નવા હાઈવે-એક્સપ્રેસ વેના નિર્માણના સમાચાર આવે છે. અગાઉ દુ:ખદ ટ્રેન અકસ્માતના સમાચાર સામાન્ય બાબત હતી. આજે આધુનિક ટ્રેનોની શરૂઆતની હેડલાઇન્સ બની રહી છે. પહેલા એર ઈન્ડિયાના કૌભાંડો અને દુર્દશાની વાતો થતી હતી, આજે દુનિયાની સૌથી મોટી એરક્રાફ્ટ ડીલના સમાચાર દુનિયામાં હેડલાઈન બને છે.
'વિદેશના દેશો, વિશ્વના વિદ્વાનો પણ ભારત વિશે આશાવાન છે'
પીએમએ કહ્યું કે, વચન અને પ્રદર્શનનો બદલતા ભારતનો તસવીર છે. જ્યારે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે, દ્રઢ સંકલ્પ છે, વિદેશના દેશો, વિશ્વના વિદ્વાનો પણ ભારત વિશે આશાવાન છે. તેમણે કહ્યું કે, આ બધા વચ્ચે નિરાશાની વાત, હતાશાની વાત તેમજ ભારતને અપમાનિત કરવાની વાત અને ભારતનું મનોબળ તોડવાની વાતો પણ ચાલતી રહેતી હોય છે. તેમણે કહ્યું કે આપણે સૌ કોઈ એક પરંપરા જાણીએ છીએ કે, જ્યાં પણ શુભ હોય ત્યાં કાળા ટીકા લગાવવાની પરંપરા છે. આજનો દિવસ એટલો શુભ બની રહ્યો છે છતાં કેટલાક લોકો કાળો ટીકો લગાવવાનો કામ કરી રહ્યાં છે.