બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / PM મોદીની નવી સિદ્ધિ: X પર પાર કર્યો 100 મિલિયન ફોલોવર્સનો આંકડો, બન્યા પહેલા રાજનેતા

નેશનલ / PM મોદીની નવી સિદ્ધિ: X પર પાર કર્યો 100 મિલિયન ફોલોવર્સનો આંકડો, બન્યા પહેલા રાજનેતા

Last Updated: 07:39 PM, 14 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ તે 'X' પર વિશ્વના સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજકારણી બની ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે તે વિશ્વમાં 'X' પર સૌથી વધુ ફોલો કરવામાં આવેલા રાજકારણી બની ગયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પીએમ મોદીના એક્સ એકાઉન્ટ પર ફોલોઅર્સમાં ઝડપથી વધારો થયો છે.

માત્ર ત્રણ વર્ષમાં 30 મિલિયન યુઝર્સ વડાપ્રધાન મોદીના એકાઉન્ટ સાથે જોડાયા છે. PM મોદી X પર ફોલોઅર્સની બાબતમાં માત્ર દેશના જ નહીં પરંતુ વિશ્વભરના નેતાઓ કરતા ઘણા આગળ છે. યુએસ પ્રમુખ જો બાઇડનને 38.1 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.

Website Ad 3 1200_628

ભારતની વાત કરીએ તો વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કરતાં પીએમ મોદીના વધુ ફોલોઅર્સ છે. 'X' પર રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 26.4 મિલિયન છે, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 27.5 મિલિયન, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને 'X' પર 19.9 મિલિયન યુજર્સ ફોલો કરે છે. આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, શરદ પવાર જેવા નેતાઓના ફોલોઅર્સની સંખ્યા 10 મિલિયનથી ઓછી છે. જ્યારે મમતા બેનરજીને X પર 7.4 મિલિયન ફોલોઅર્સ, તેજસ્વીને 5.2 મિલિયન અને શરદ પવારને 2.9 મિલિયન યૂજર્સ ફોલો કરે છે.

વધું વાંચોઃ GTB હોસ્પિટલમાં દર્દીનું મર્ડર, હુમલાખોર ત્રીજા માળે ગયો અને કર્યું ફાયરિંગ

છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. X પર પણ તેને ઘણી સેલિબ્રિટી કરતાં વધુ ફોલો કરવામાં આવે છે. ક્રિકેટર વિરાટ કોહલી, બ્રાઝિલના ફૂટબોલર નેમાર, ટેલર સ્વિફ્ટ, લેડી ગાગા જેવી સેલિબ્રિટીના પણ 'X' પર PM નરેન્દ્ર મોદી કરતા ઘણા ઓછા ફોલોઅર્સ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2009 માં ટ્વિટર (હવે X) માં જોડાયા હતા અને ત્યારથી તેઓ સતત ટ્વિટ અને રી-ટ્વીટ વગેરે કરી રહ્યા છે. માત્ર 'X' પર જ નહીં, PM મોદી અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર પણ ખૂબ સક્રિય છે. વડાપ્રધાન ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકો સાથે જોડાયેલા રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

social media Pm modi narendra modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ