બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / PM Modi's high level meeting on heatwave and monsoon, big orders given to officials

હાઈ લેવલ બેઠક / BIG NEWS : PM મોદી બોલ્યાં- ચોમાસામાં પીવાનું પાણી દૂષિત થતું અટકાવો, હીટવેવ-આગથી થતા મોત અટકાવો

Hiralal

Last Updated: 09:47 PM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ પ્રવાસેથી પાછા આવીને પીએમ મોદીએ હીટવેવ અને ચોમાસાની તૈયારીને લઈને એક મોટી સમિક્ષા બેઠક કરી હતી.

  • હીટવેવ અને ચોમાસાને લઈને PM મોદીની હાઈ લેવલ મિટિંગ
  • અધિકારીઓને આપ્યાં મોટા આદેશ
  • ચોમાસામાં પીવાના પાણી પર ધ્યાન આપો
  • હીટવેવ અને આગની ઘટનાઓથી થતા મોત અટકાવો
  • હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનું  નિયમિત ઓડિટ કરાવો 

પ્રધાનમંત્રી કાર્યાલયે પીએમ મોદીની સમિક્ષા બેઠકની વિગતો જાહેર કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે પીએમ મોદીએ મીટિંગમાં અધિકારીઓને આદેશ આપ્યો છે કે આવી રહેલા ચોમાસાને ધ્યાનમાં રાખીને પેયજળની ગુણવત્તાનું મોનિટરિંગ કરવું પડશે જેથી કરીને પાણી દુષિત થતું અટકે અને પાણીજન્ય રોગોનો ફેલાવો ન થાય. 

હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નિયમિત ઓડિટની જરુર-પીએમ 

પીએમ મોદીએ બેઠકમાં ભારપૂર્વક કહ્યું કે વધી રહેલા તાપમાનને પગલે, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટના નિયમિત ઓડિટની જરુર છે. તેમણે કહ્યું કે જંગલોમાં લાગતી આગને અટકાવવા માટે પણ તાકીદના પગલાં ભરવા પડશે. 

હીટવેવ અને આગની ઘટનાઓમાં મોત અટકાવવા પડશે-મોદી 

પીએમ મોદીએ અધિકારીઓને એવું પણ કહ્યું કે હીટવેવ અને આગની ઘટનાઓને કારણે થતા મોત અટકાવવા માટેના તમામ પગલાં ભરવા પડશે અને આવી ઘટનાઓમાં તત્કાળ કાર્યવાહી થવી જોઈએ. 

પીએમ બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું 
આ બેઠકમાં PM ના અગ્ર સચિવ, PM ના સલાહકારો, કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલયના સચિવો, આરોગ્ય, જલ શક્તિ, સભ્ય NDMA, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના DGs અને ભારતીય હવામાન વિભાગ (IMD) અને આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન વધારો-પીએમે અધિકારીઓને કહ્યું 

પ્રધાનમંત્રી કાર્યાલયે એવું પણ કહ્યું કે ગરમીના મોજા અને આગામી ચોમાસાના પગલે કોઈપણ ઘટનાઓ માટે તમામ સિસ્ટમોની સજ્જતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલનની જરૂરિયાત વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ