સવારે સાડા દસ વાગ્યે પ્રધાનમંત્રી મોદી અને શાહ અડવાણીના ઘરે પહોંચ્યા અને એમની સાથે પાર્ટીને મળેલી મોટી જીત પર ચર્ચા કરી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મુલાકાતનો એક ફોટો શેર કર્યો છે.
મુરલી મનોહર જોશીએ મુલાકાત બાદ કહ્યું કે, દેશ સામે એક મજબૂત સરકાર બનાવવાની જરૂર લાગતી હતી. દેશ સામે નરેન્દ્ર મોદી સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તો પાર્ટીના ભવિષ્ય અંગે કહ્યું કે, હુ્ં જે કરતો હતો તે જ કરીશ. પાર્ટી શું કરવા માગે છે તે પાર્ટી અધ્યક્ષ અને પીએમ મોદી જાણે. તો અડવાણીએ કહ્યું કે, ભાજપને અભૂતપૂર્વ જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અડવાણી સાથે માલુકાત થઈ છે. ભાજપને આજે આટલી મોટી સફળતા મળી છે કારણ કે અડવાણી જેવા મહાન નેતાઓ પાર્ટીને મજબૂત કરવામાં દશકો સુધી સાથે કામ કર્યુ અને વૈચારિક રીતે એક મજબૂત દ્રષ્ટિકોણ આપ્યો.
Called on respected Advani Ji. The BJP’s successes today are possible because greats like him spent decades building the party and providing a fresh ideological narrative to the people. pic.twitter.com/liXK8cfsrI
મુરલી મનોહર જોશીની તારીફમાં પીએમ મોદીએ લખ્યું કે, ડોક્ટર મુરલી મનોહર જોશી ખૂબ જ વિદ્વાન છે. ભારતીય શિક્ષણને મજબૂત બનાવવામાં તેમનું ખાસ યોગદાન છે.
Dr. Murli Manohar Joshi is a scholar and intellectual par excellence. His contribution towards improving Indian education is remarkable. He has always worked to strengthen the BJP and mentor several Karyakartas, including me.
પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ મુરલી મનોહર જોશીએ પત્રકારો સાથે વાતચીત કરી. એમને કહ્યું કે ભાજપમાં હંમેશાથી પરંપરા ચાલતી આવી છે. પાર્ટીના મોટા નેતાઓથી પાર્ટી નેતા આશીર્વાદ લે છે અને એ હેઠળ પીએમ મોદી અને શાહ એમને મળવા ગયા હતા.