બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Modi's Dream Project Vishwanath Temple Corridor in Varanasi
vtvAdmin
Last Updated: 09:58 PM, 16 May 2019
ત્રણ લોકથી પણ ન્યારી કાશી હવે વધુ અલૌકિક બનશે. આ ભવ્ય અને દિવ્ય કાશીનો એક નકશો છે. પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે બનારસમાં ડોરિડોરનું નિર્માણ થઈ ગયા બાદ બનારસ કંઈક આવું દેખાશે. આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ ગંગા કિનારેથી સીધા બાબા વિશ્વનાથના દર્શન કરી શકાશે. વારાણસીમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓને નાની અને ગંદકીયુક્ત ગલીઓમાંથી આઝાદી મળવાની છે. કારણ કે કાશીની કાયાપલટની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે.
ADVERTISEMENT
કાશીને ક્યુટો બનાવવાના મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો નકશો
ADVERTISEMENT
કાશી વિશ્વનાથ કોરિડોરનું ઘણું બધુ કામ પૂર્ણ થઈ ગયું છે. કોરિડોરનું મોડલની સાથે એક એનિમેશન પણ તૈયાર કરી લેવાયું છે. આ એનિમેશન અંતર્ગત એવુ બતાવવામાં આવ્યું છે કે કોરિડોર બન્યા બાદ ગંગા કિનારેથી મંદિર કેવું દેખાશે. તેની આસપાસનો સમગ્ર વિસ્તાર કેવો હશે. શહેર કેવું નજરે પડશે. હાલ ગંગાના ઘાટથી કાશી વિશ્વનાથ મંદિરે પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ સાંકડી ગલીઓમાંથી પસાર થવું પડે છે. તહેવારોમાં જ્યારે લાખોની ભીડ મંદિરમાં આવે છે ત્યારે તેને કંટ્રોલ કરવી ખુબ જ મુશ્કેલ બને છે. પરંતુ કોરિડોરનું નિર્માણ પૂર્ણ થઈ ગયા બાદ કાશીની તસ્વીર સંપૂર્ણ રીતે બદલાઈ જશે. કોરિડોરનું નિર્માણ થયા બાદ ગંગામાં શ્નાન કર્યા બાદ ભક્તો ગંગા કિનારે રહીને જ કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરી શકશે. ગંગા ઘાટથી શરૂ થનારા 56 મીટર પહોળા આ કોરિડોરમાં કાશી વિશ્વનાથ મંદિર સુધી વચ્ચે કોઈ જ બિલ્ડીંગ નહીં હોય. નજર સામે મંદિર સ્પષ્ટ જોઈ શકાશે.
કોરિડોરના રસ્તામાં આવનારા 296 મકાન તોડવાના છે. જેમાંથી 180 મકાનોને સરકારે એક્વાયર કરી લીધા છે. 130થી વધારે મકાન તો તોડી પણ નાંખવામાં આવ્યા છે. તો આ મકોનામાંથી જૂના અને પૌરાણિક મંદિરો નીકળી રહ્યા છે. જેના કારણે કેટલાક લોકો ખુશ પણ જોવા મળી રહ્યા છે.
આ કાશી વિશ્વનાથ કોરિડોરમાં શ્રદ્ધાળુઓ માટે અનેક સુવિધાઓ હશે. મિટિંગ રૂમ હશે. રસ્તામાં બન્ને બાજુ મ્યૂઝિયમ અને યજ્ઞશાળા હશે. એટલું જ નહીં શ્રદ્ધાળુ અને પૂજારીઓને રહેવા માટે સારી વ્યવસ્થા કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ પર કામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. હાલ વારાણસીની સ્થિતિ એવી છે કે ગંગાના ઘાટથી કાશી વિશ્વનાથનું મંદિર નથી દેખાતું. ભક્તોએ ગામમાં શ્નાન કર્યા બાદ બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે સાંકડી અને અને કીચડથી ભરેલી ગલીઓમાંથી પસાર થવું પડે છે. હવે જ્યારે કાશી વિશ્વનાથ કોરિડોર બની જશે ત્યારે સાંકડી ગલીઓમાંથી, ગંદકીમાંથી છૂટકારો તો મળશે જ સાથે ગંગાના ઘાટ પરથી જ બાબા ભોલેના દર્શન પણ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.