પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા મહિનાઓમાં કોરોના સારવારથી સંબંધિત સુવિધાઓ વિકસિત થઈ છે, તે કોરોના સામે લડવામાં ઘણી મદદ કરી રહી છે. આજે પીએમ મોદીની 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક હતી. જેમાં તેમણે કોરોના મુદ્દે રાજ્યો સાથે વિચાર વિમર્શ કરીને સલાહ આપી હતી.
પીએમ મોદીએ 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક
રાજ્યોને કહ્યું, ટેસ્ટિંગ અને માસ્ક પર ધ્યાન આપવાની જરૂર : પીએમ મોદી
દેશમાં વિકસિત થઈ છે કોરોના સંબંધિત સુવિધાઓ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ બુધવારે કોરોના વાયરસને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિત સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો અને આરોગ્ય પ્રધાનો] સામેલ થયા હતા. આ બેઠકમાં કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્યોને પણ આવરી લેવામાં આવ્યા હતા.
એક બે દિવસનું લોકડાઉન લગાવી અસર તપાસે રાજ્યો : પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ બુધવારે રાજ્યોને કોરોનાવાયરસના ફેલાવાને રોકવા અને રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓ પર એક-બે દિવસીય લોકડાઉન કેટલું અસરકારક નીવડે છે તેનું નિરીક્ષણ કરવા તાકીદ કરી છે. આ રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો અને આરોગ્ય પ્રધાનો સાથેની બેઠક દરમિયાન તેમણે આ વાત કરી હતી.
દેશમાં વિકસિત થઈ છે સ્વાસ્થ્ય સુવિધાઓ : વડાપ્રધાન મોદી
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા અમુક મહિનાઓમાં કોરોના સારવારથી સંબંધિત સુવિધાઓ દેશમાં વિકસિત થઈ છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ બુધવારે કોરોના વાયરસ સંબંધિત ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિત સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો અને આરોગ્ય પ્રધાનો સાથે વાતચીત કરી. આ મીટિંગમાં, તે રાજ્યો કે જેઓ સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત છે ની સાથે વાતચીત કરવામાં આવી હતી. કોરોનાને લગતી સમીક્ષા બેઠકમાં પીએમ મોદીએ માસ્ક વિશે પણ વાતો કરી હતી.
1. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે, " હવે આપણે કોરોનાથી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું છે, જે આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ નેટવર્ક છે, ટ્રેકિંગ અને ટ્રેસિંગનું નેટવર્ક છે તેને મજબૂત બનાવવાનું છે સાથે જ તેમની સયોગ્ય તાલીમ પણ લેવાની છે"
2. રાજ્યોને અસરકારક તપાસ, ટ્રેસિંગ, સારવાર અને સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આહ્વાન કરતા પીએમ મોદી એ કહ્યું કે "દર એક-બે દિવસના લોકલ લોકડાઉન લગાવી જુઓ, તેઓ કોરોના અટકાવવામાં કેટલા અસરકારક છે, તેનું નિરીક્ષણ કરો અને શું તેના કારણે જ તમારા રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં સમસ્યા આવી રહી છે તે જુઓ, હું તમામ રાજ્યોને આ અંગે ગંભીરતાથી વિચારવા વિનંતી કરું છું."
3. પીએમ મોદી એ કહ્યું કે "એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે સંક્રમણ અટકાવવામાં માસ્ક ની ભૂમિકા ખૂબ જ છે. માસ્ક ની આદત પાડવી મુશ્કેલ છે, પરંતુ તેનો ઉપયોગ કરવો પડશે. તેમ છતાં, તે રોજિંદા જીવન માટે આવશ્યક હોવું જોઈએ."
4. વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત આ બેઠકમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય પ્રધાનોએ પણ ભાગીદારી કરી હતી.
5. દેશમાં કોરોના ના કુલ કન્ફર્મ થયેલા કેસોમાં આશરે 65 ટકા અને કુલ મૃત્યુના 77 ટકા કેસો પણ આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. પંજાબ, દિલ્હી અને અન્ય પાંચ રાજ્યોમાં તાજેતરમાં કેસની કુલ સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર, પંજાબ અને દિલ્હીમાં પણ મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થયો છે. આ રાજ્યોમાં મૃત્યુ દર બે ટકાથી વધુ છે, જે મૃત્યુ દરની સરેરાશથી વધુ છે.