વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના મંડીની મુલાકાત લેશે. જ્યાં તેઓ જળવિદ્યુતના એક મેગા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
PM મોદી આજે હિમાચલની મુલાકાતે
11 કરોડના પ્રોજેક્ટની ભેટ
જળવિદ્યુત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના મંડીની મુલાકાત લેશે. અહીં PM Modi બપોરે લગભગ 12 વાગે 11,000 કરોડ રૂપિયાથી વધુના જળવિદ્યુત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પહેલા પીએમ મોદી હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટના બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની અધ્યક્ષતા કરશે.
રેણુકાજી ડેમ પ્રોજેક્ટનો શિલાન્યાસ
વડાપ્રધાન સતત દેશમાં ઉપલબ્ધ સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવા પર ભાર મૂકે છે. આ સંદર્ભમાં, હિમાલયના પ્રદેશમાં જળવિદ્યુત ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવો એ એક પગલું ગણી શકાય. પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને અન્ય પ્રોજેક્ટ માટે શિલાન્યાસ એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વડાપ્રધાન રેણુકાજી ડેમ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
દિલ્હીને દર વર્ષે આટલું પાણી મળશે
લગભગ ત્રણ દાયકાથી પેન્ડિંગ આ પ્રોજેક્ટ હવે પૂરો થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટને શક્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે છ રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હી સાથે વાતચીત કર્યા બાદ તેમને એકસાથે લાવ્યા. 40 મેગાવોટનો આ પ્રોજેક્ટ લગભગ 7000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. જે દિલ્હી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દિલ્હીને આ મોટો ફાયદો
દિલ્હી દર વર્ષે લગભગ 500 મિલિયન ક્યુબિક મીટર પાણીની સપ્લાય કરી શકશે. પ્રધાનમંત્રી લુહરી ફેઝ વન હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
210 મેગાવોટનો આ પ્રોજેક્ટ 1800 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. આનાથી દર વર્ષે 750 મિલિયન યુનિટથી વધુ વીજળી ઉત્પન્ન થશે.