બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 'જીવીશ તો તમારા માટે, ઝઝૂમીશ તો તમારા માટે...', GMDC ગ્રાઉન્ડ પરથી PM મોદીનો હુંકાર
Last Updated: 07:50 AM, 17 September 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતેથી રૂ. 8000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. આ પહેલા પીએમ મોદીએ આજે વંદે ભારત મેટ્રો સેવા, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે સવારે ગાંધીનગર ખાતે રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી.
પીએમ મોદીએ વિકાસકાર્યોની ભેટ આપી
PM મોદી ગુજરાતની મુલાકાતે
રૂટ અને અંતર
September 16, 2024 14:20
મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ને જોડશે.
મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે.
આજથી ગાંધીનગર-અમદાવાદ મેટ્રો સેવાનો પ્રારંભ
September 16, 2024 14:15
ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ કરાયો છે.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન કર્યું ઉદ્ઘાટન
September 16, 2024 14:06
PM મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે. લીલીઝંડી બતાવી પ્રસ્થાન મેટ્રોને પ્રસ્થાન કરાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી હતી
મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2નું ઉદ્ઘાટન કરશે
September 16, 2024 12:00
ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રો રેલમાં સવારી કરીને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2 નું 1.45 વાગ્યે ઉદ્ઘાટન કરશે
'વિદેશના મહેમાનો આવ્યા છે તેઓ આ ગામની મુલાકાત લે'
September 16, 2024 11:48
RE-ઇન્વેસ્ટ સમિટમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, વિદેશના મહેમાનો આવ્યા છે તેઓ અહીંથી ફક્ત 100 કિમીના અંતર આવેલા ગુજરાતના મોઢેરા ગામની મુલાકાત અચુક લે કારણ કે, તે સંપૂર્ણ ગામ સોલાર વિલેજ છે
#WATCH | Gandhinagar, Gujarat: At the inauguration of the 4th Global Renewable Energy Investor’s Meet and Expo (RE-INVEST), PM Modi says, "In the last 100 days, the decision to make 12 new industrial cities has been taken, 8 high-speed road corridor projects have been approved,… pic.twitter.com/lSPUo3XDPA
— ANI (@ANI) September 16, 2024
'ભારતમાં સૌથી પહેલા સોલાર પાવાર પોલિસી ગુજરાતે બનાવી હતા'
September 16, 2024 11:41
PM મોદીએ કહ્યું કે, ગુજરાતએ ભારતનો તે રાજ્ય છે જેણે ભારતમાં સૌથી પહેલા સોલાર પાવાર પોલિસી બનાવી હતી. પહેલા ગુજરાતમાં પોલિસી બની ત્યારબાદ નેશનલ તરફ લઈ જવામાં આવી છે. ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ત્યારે ભારત આવનારા સમયમાં 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે. જે ધરતી પર સૂર્ય ક્રાંતિનો ઉદય થયો છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે
#WATCH | Gandhinagar, Gujarat: At the inauguration of the 4th Global Renewable Energy Investor’s Meet and Expo (RE-INVEST), PM Modi says, "This the 4th edition of the RE-INVEST conference. In the coming three days, there will be serious discussions on the future of energy,… pic.twitter.com/qgPWnIiZcj
— ANI (@ANI) September 16, 2024
RE-Invest 2024 સમિટમાં PM નરેન્દ્ર મોદીનું સંબોધન
September 16, 2024 11:31
RE-Invest 2024 સમિટમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, એકબીજા જોડેથી શીખીશું તો માનવતાની મદદ થશે. વધુમાં કહ્યું કે, ભારતની જનતાએ 60 વર્ષ પછી લગાતાર આ સરકારને ત્રીજી ટર્મ આપી છે. અમને આપેલી ત્રીજી ટર્મએ ભારતની ખૂબ મોટી એસપ્રેએસન છે. આજ 140 કરોડ ભારતી વાસીઓને ભરોષો છે.
'PM સૂર્ય ઘર યોજનામાં ગુજરાત ભારતમાં 50 ટકા હિસ્સો ધરાવે છે'
September 16, 2024 11:24
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કચ્છના ખાવડામાં સોલર એનર્જી પાર્ક બની રહ્યો છે. વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન પોલિસી બનાવી છે. ભારત દેશ 2070 સુધી નેટ ઝીરો ઉત્સર્જન તરફ આગળ વધી રહ્યો છે.ત્યારે PM સૂર્ય ઘર યોજનામાં ગુજરાત ભારતમાં 50 ટકા હિસ્સો ધરાવે છે.
RE-Invest 2024 સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
September 16, 2024 11:19
RE-Invest 2024 સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ક્લાઇમેન્ટ ચેન્જને લઈ જ્યારે ફક્ત વાતો થઈ રહી હતી ત્યારે નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી દેશનો પ્રથમ ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો. તેમના મુખ્યમંત્રીના કાળકાળમાં જ ગુજરાતના ચારણકામાં સોલાર પ્લાટની સ્થાપના કરી દીધી હતી. ગુજરાતનું મોઢેરા ગામ પ્રધાનમંત્રીના માર્ગદર્શનથી દેશનો પ્રથમ સોલાર ગામ બન્યું છે
PM મોદીએ ચરખો ચલાવ્યો
September 16, 2024 11:00
PM મોદીએ રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ધાટન કર્યું હતું તેમજ પ્રદર્શન નિહાળ્યું અને ચરખો ચલાવ્યું હતું
ચોથી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન
September 16, 2024 10:35
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહ્યો છે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી; ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ; અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદીના કાર્યક્રમની વિગત
September 16, 2024 06:00
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોથા વૈશ્વિક નવીકરણીય સંમેલન અને એક્સ્પો: રિ-ઈન્વેસ્ટનો શુભારંભ કરાવ્યો છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો છે. ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રો રેલમાં સવારી કરીને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2 નું ઉદ્ઘાટન કર્યું છે. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં રુ. 8,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજી હતી
September 16, 2024 06:00
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગઈકાલે સાંજે PM મોદી અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટીલ સહિત અગ્રણીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ગાંધીનગર રાજભવન ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજી હતી.
લાઇવ ટીવી
સૌથી વધુ વંચાયેલું
અન્ય લાઇવ અપડેટ
પુરીમાં જગન્નાથ રથયાત્રા / પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભકતોનું ઘોડાપુર ઉભરાયું