pm modi will address the nation through mann ki baat programme
દિલ્હી /
આવતીકાલે PM મોદી કરશે મન કી બાત, વેક્સિનેશન અને ખેડૂત આંદોલન મુદ્દે કરી શકે ચર્ચા
Team VTV08:11 PM, 26 Dec 20
| Updated: 08:46 PM, 26 Dec 20
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે(આવતીકાલે) સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધન કરવાના છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની આ અંતિમ વખત મનકી બાત રહેશે.
PM મોદી આવતીકાલે સવારે કરશે મન કી બાત
PM મોદી આ વર્ષની અંતિમ મન કી બાત કરશે
PM મોદીએ વેક્સિનેશન અંગે માંગ્યા હતા સૂચનો
આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી મોદીએ વેક્સિનેશન અંગે સૂચનો મંગાવ્યા હતા તો તેઓ દેશમાં વેક્સિનેશન અને વેક્સિનની સ્થિતિ મુદ્દે આવતીકાલે સવારે વાતચીત કરી શકશે. આ સાથે જ તેઓ છેલ્લા 31 દિવસ પર દિલ્હીના બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન મુદ્દે પણ વાતચીત કરી શકે છે.
આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક પરથી થશે પ્રસારિત
ઉલ્લેખનીય છે કે, માસિક રેડિયો કાર્યક્રમની આ 72મી કડી હશે. તેને આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્કથી પ્રસારિત કરાશે. આ પહેલાં પીએમ મોદીએ 30 નવેમ્બરના રોજ મન કી બાત કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા.
સવારે 11 વાગ્યે થશે પ્રસારણ
લોકો સવારે 11 વાગે ડીડી ભારતી પર પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમનું સાંકેતિક ભાષા સંસ્કરણને જોઈ શકે છે. આ સિવાય મન કી બાતના ક્ષેત્રીય સંસ્કરણોને ઓલ ઈન્ડિયા રેડિયોના સંબંધિત સ્ટેશન દ્વારા પીએમ મોદીના પ્રસારણના બાદ તે જ દિવસે રાતે 8 વાગે ફરીથી પ્રસારિત કરાય છે.