બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / નાની વયે જ ઘર છોડ્યાં બાદ જાણો 3 વર્ષ સુધી PM મોદી કયા-કયા સ્થળોએ રહેલા? જાણો વિગત
Last Updated: 08:48 PM, 16 September 2024
દેશના વડા પ્રધાન, નરેન્દ્ર મોદીનો કાલે એટલે કે 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. આજે આ લેખમાં અમે તમને જણાવીએશું કે જ્યારે પીએમ મોદીએ પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી ઘર છોડ્યું, તો તેઓ શરૂઆતના ત્રણ વર્ષ ક્યાં રહ્યા હતા. સાથે જ તમને એ પણ જણાવીશું કે આ ત્રણ વર્ષોમાં તેમણે કેવી રીતે પ્રકૃતિ, શિક્ષણ અને આધ્યાત્મિકતા સ્વીકારી.
ADVERTISEMENT
કઈ ઉંમરે પીએમ મોદીએ ઘર છોડ્યું ?
નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીને શરૂઆતથી જ સામાજિક સેવા અને આધ્યાત્મિકતા પ્રત્યે રસ હતો. 1967ની આસપાસ, જ્યારે નરેન્દ્ર મોદી કિશોરાવસ્થામાં હતા, ત્યારે તેમણે પરિવારથી અલગ થઈને એક નવી સફર શરૂ કરવાનો નિર્ણય લીધો. ફક્ત 17 વર્ષની ઉંમરે તેઓ જીવનના એક નવા માર્ગે નીકળી ગયા.
ADVERTISEMENT
સૌપ્રથમ પીએમ મોદી ક્યાં ગયા હતા?
નરેન્દ્ર મોદીની અધિકૃત પાર્ટી BJPની સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, 'જ્યારે પીએમ મોદીએ ઘર છોડ્યું, ત્યારે તેઓ ઋષિકેશ અને હિમાલય તરફ ગયા.' હિમાલયને ભારતીય સાધુ-સંતો અને યોગીઓ માટે હંમેશા વિશેષ સ્થાન માનવામાં આવ્યું છે, કારણ કે હિમાલય સાધના અને આત્મજ્ઞાન માટે આદર્શ ગણાય છે. આ જ કારણ છે કે પીએમ મોદીનો મોટો સમય ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હિમાલયી પ્રદેશોમાં વ્યતિત થયો.
રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદમાંથી પ્રેરણા
કહેવામાં આવે છે કે શરૂઆતના આ ત્રણ વર્ષમાં પીએમ મોદી પર રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદના વિચારોનો ગાઢ પ્રભાવ પડ્યો. સ્વામી વિવેકાનંદના જીવન અને તેમના શિક્ષણે નરેન્દ્ર મોદીને આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિકોણથી ખૂબ પ્રેરિત કર્યા. BJPની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પીએમ મોદીએ રામકૃષ્ણ મિશન સાથે જોડાઈને અનેક રાજ્યોમાં પ્રવાસ કર્યો અને ત્યાંની સંસ્કૃતિને નજીકથી નિહાળી અને સમજવાની તક મેળવી.
આ પણ વાંચોઃ આને કહેવાય ગુજરાતી! એડવાન્સમાં જ PM મોદીને પાઠવી દીધી જન્મદિનની શુભેચ્છા, જુઓ વીડિયો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.