PM Modi was waiting at the review meeting Mamata Banerjee arrived 30 minutes late
શેર સામે સવા શેર? /
PM મોદી સાથે સમીક્ષા બેઠકમાં મમતા બેનર્જી 30 મિનિટ મોડા આવ્યા અને કાગળ આપી 15 મિનિટમાં જતા રહ્યાં
Team VTV06:45 PM, 28 May 21
| Updated: 08:39 PM, 28 May 21
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીને મળીને તેમને વાવાઝોડા યાસના કારણે થયેલા નુકશાનનો પ્રાથમિક રીપોર્ટ આપ્યો છે.
વાવાઝોડા યાસના કારણે થયેલા નુકસાનનું અવલોકન કરવા માટે નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે.
વાવાઝોડાના કારણે થયેલા નુકશાનની સમીક્ષા માટે પીએમ મોદી પશ્ચિમ મેદિનીપુરના કલાઈકુંડામની મુલાકાતે છે
પશ્ચિમ બંગાળ ચૂંટણી બાદ પહેલી વખત છે કે જ્યારે પીએમ મોદી અને મમતા બેનર્જીની મુલાકાત થઈ છે.
વાવાઝોડા યાસના કારણે થયેલા નુકસાનની સમિક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ચક્રવાતના કારણે થયેલા નુકસાનની સમીક્ષા માટે પીએમ મોદી પશ્ચિમના મેદિનીપુરના કલાઈકુંડાના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીને મળીને તેમને વાવાઝોડા યાસના કારણે થયેલા નુકશાનનો પ્રાથમિક રીપોર્ટ આપ્યો છે.
મમતા બેનર્જી 30 મિનિટ મોડા આવ્યા અને વહેલા પણ નિકળી ગયા
સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જી અને તેમના ચીફ સેક્રટરી સમિક્ષા બેઠકમાં 30 મિનિટ મોડા પહોંચ્યા હતા. બેઠકમાં આવ્યા બાદ મમતા બેનર્જીએ વાવાઝોડાની અસર પર તૈયાર કરેલા ડોક્યુમેન્ટ્સ આપી દીધા અને એવું કહીને ત્યાથી નિકળી ગયા કે તેમને બીજી મિટિંગોમાં હાજરી આપવાની છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ પીએમ મોદી અને મમતા બેનર્જી પહેલી વખત મળ્યા હતા. આ પહેલા મોદીએ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મમતા બેનર્જી વાવાઝોડા યાસના કારણે પશ્ચિમ બંગાળને 15 હજાર કરોડ રૂપિયાના નુકસાનની વાત કહી ચુક્યા છે.
જોકે મમતા બેનર્જીએ ન્યૂઝ એજન્સી સાથે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમને દીઘાની મુલાકાતે જવાનું હતું જે પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું માટે તેઓ પીએમ મોદીની પરમિશન લઈને સમિક્ષા બેઠકમાંથી ગયા હતા.
પીએમ મોદીએ કર્યું રાહત પેકેજનું એલાન
પીએમ મોદીએ 1,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરતા કહ્યું કે તેમની સરકાર પ્રભાવિત લોકો માટે 'દુઆરે ત્રાણ' (ઘર પર રાહત) કાર્યક્રમ ચલાવશે. તેમણે નાણાકીય વિભાગને ગયા વર્ષે મે મહિનામાં ચક્રવાત અમ્ફાનની બાદ બનાવવામાં આવેલા પુલો અને રસ્તાઓને થયેલા નુકસાનની તપાસના આદેશ આપ્યા છે.