વીડિયોમાં દેખાતા ગાયકનું નામ સ્નેહદીપ સિંહ કલસી છે
પીએમ મોદીએ શેર કર્યો સ્નેહદીપનો વિડીયો
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેની પ્રશંસા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. વીડિયોમાં એક પંજાબી સિંગર પાઘડી પહેરીને રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું 'કેસરિયા' ગીત ગાઈ રહ્યો છે.
આ વિડીયોમાં ધ્યાન ખેંચતી વાત એ છે કે ગાયકે 'કેસરિયા' ગીત પાંચ ભાષાઓમાં ખૂબ જ સુંદરતા સાથે ગાયું છે. વાયરલ થયેલ એ વીડિયોમાં દેખાતા ગાયકનું નામ સ્નેહદીપ સિંહ કલસી છે, જેના પ્રશંસક હવે પીએમ મોદી પણ બની ગયા છે.
Came across this amazing rendition by the talented @SnehdeepSK. In addition to the melody, it is a great manifestation of the spirit of ‘Ek Bharat Shreshtha Bharat.’ Superb! pic.twitter.com/U2MA3rWJNi
જણાવી દઈએ કે વડાપ્રધાને પોતાના ટ્વિટર હેન્ડલ પર સ્નેહદીપનો વીડિયો શેર કર્યો છે સાથે કેપ્શનમાં લખ્યું છે કે 'પ્રતિભાશાળી સ્નેહદીપ સિંહની આ અદ્ભુત રજૂઆત જોઈ. તેમના મધુર અવાજની સાથે તે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની લાગણીની અભિવ્યક્તિ છે.' પીએમ મોદીના ટ્વિટ બાદ સ્નેહદીપ ચર્ચામાં આવી ગયો છે.