બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / રશિયા-યુક્રેનના યુદ્ધનો આવશે અંત? PM મોદી બની શકે છે મધ્યસ્થી, કરશે ઝેલેન્સ્કી સાથે મુલાકાત, જાણો ક્યારે

શક્યતા / રશિયા-યુક્રેનના યુદ્ધનો આવશે અંત? PM મોદી બની શકે છે મધ્યસ્થી, કરશે ઝેલેન્સ્કી સાથે મુલાકાત, જાણો ક્યારે

Last Updated: 12:13 PM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Ukraine Latest News : આ તારીખે નરેન્દ્ર મોદી શાંતિ દૂત તરીકે યુક્રેનની મુલાકાતે જશે, PM મોદીની મુલાકાતનો હેતુ બે વર્ષથી ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની ખાતરી આપવાનો

PM Modi In Ukraine : રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંતિ દૂત તરીકે યુક્રેનની મુલાકાતે જવાના છે. આ તરફ હવે સૂત્રો મુજબ PM મોદીના પ્રવાસની તારીખ પણ સામે આવી ગઈ છે. સરકારી સૂત્રો મુજબ PM મોદી 23 ઓગસ્ટે શાંતિ દૂત તરીકે યુક્રેનની મુલાકાતે જવાના છે. સૂત્રોએ કહ્યું કે, વડાપ્રધાનની મુલાકાતનો હેતુ બે વર્ષથી ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની ખાતરી આપવાનો છે. અગાઉ જુલાઈમાં મોસ્કોમાં ભારત-રશિયા વાર્ષિક સમિટ દરમિયાન PM મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે, યુક્રેન સંકટનો સૈન્ય ઉકેલ શક્ય નથી. બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ મંત્રણા સફળ થઈ શકતી નથી. એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ હવે PM મોદી આ મહિનાના અંતમાં યુક્રેનમાં પણ શાંતિનો આ સંદેશ લઈ જશે.

રશિયાના હુમલા બાદ વિશ્વના ઘણા નેતાઓએ કિવની મુલાકાત લીધી છે. જોકે હજુ સુધી યુદ્ધનો ઉકેલ મળ્યો નથી. PM મોદી બંને દેશો વચ્ચેની લડાઈને સમાપ્ત કરવા માટે તેમના રાજદ્વારી પ્રભાવનો ઉપયોગ કરે તેવી અપેક્ષા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાતનું પરિણામ છે.

ભારત યુક્રેન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપમાં આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. રશિયા સાથે ગાઢ સંબંધો હોવા છતાં ભારતે એ વાત જાળવી રાખી છે કે, આ સંઘર્ષનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી દ્વારા થવો જોઈએ.

વધુ વાંચો : ટૂંક સમયમાં થશે ત્રીજું યુદ્ધ? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદને જગાવી ચર્ચા, કમલા હેરિસ પર સાધ્યું નિશાન

જૂનમાં જી 7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની તેમની મુલાકાત દરમિયાન PM મોદીએ સંઘર્ષનો ઉકેલ શોધવા માટે શાંતિપૂર્ણ ઉકેલ અને માનવ-કેન્દ્રિત અભિગમને સમર્થન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નોંધનિય છે કે, જો PM મોદી યુક્રેનની મુલાકાત લે છે તો તે ચાર દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની પ્રથમ મુલાકાત હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ukraine PM Modi In Ukraine PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ