બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi visiting verious temples of India before Pranpratishtha, ramayan katha has special space for these places

તપ / પંચવટી, રામેશ્વરમ અને અયોધ્યા...: 11 દિવસની PM મોદીની યાત્રાઓમાં શું છે રામાયણ કનેક્શન

Vaidehi

Last Updated: 07:23 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાણ-પ્રતિષ્ઠા પહેલાં PM મોદી 11 દિવસનાં અનુષ્ઠાન પર છે જે દરમિયાન તેઓ દેશનાં વિવિધ મંદિરોમાં પૂજા-પાઠ કરી રહ્યાં છે. આ યાત્રાની પેટર્ન રામાયણ સાથે મેળ ખાતી હોય તેવું લાગી રહ્યું છે.

  • અયોધ્યા પહેલાં PM મોદી વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે
  • રામાયણ કથા સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળોમાં દર્શન કરી રહ્યાં છે PM મોદી
  • યાત્રાની પેટર્ન રામાયણ સાથે મેળ ખાતી હોય તેવું લાગી રહ્યું છે

રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીનાં થવાની છે જેમાં PM મોદી મુખ્ય મહેમાન રહેશે. આ પહેલાં PM મોદી 11 દિવસનાં વિશેષ અનુષ્ઠાન પર છે. દરમિયાન તેઓ દેશનાં અલગ-અલગ મંદિરોમાં પૂજા-પાઠ કરી રહ્યાં છે. સામાન્ય ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીની આ યાત્રા દક્ષિણ ભારતમાં એક ખાસ સંદશો આપતી હોય તેવું લાગી રહ્યું છે. તેમની આ તમામ યાત્રાથી એક પેટર્ન તૈયાર થઈ રહી છે જે રામાયણ સાથે મેળ ખાતી દેખાય છે.  PM મોદી જ્યાં-જ્યાં પહોંચ્યાં છે ત્યાં ભગવાન રામ પોતાના વનવાસ દરમિયાન ત્યાંથી પસાર થયાં હતાં.

Kalaram Mandir

મહારાષ્ટ્ર કલારામ મંદિર
પોતાના 11 દિવસનાં અનુષ્ઠાન દરમિયાન PM મોદી સૌથી પહેલાં મહારાષ્ટ્ર સ્થિત પંચવટીનાં કલારામ મંદિર પહોંચ્યાં હતાં. આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન રામે લક્ષ્મણ અને સીતાની સાથે 14 વર્ષનાં વનવાસ દરમિયાન સૌથી વધારે સમય વ્યતિત કર્યો હતો. આ એ જ સ્થળ છે જ્યાં રાવણે છલથી સીતાનું હરણ કર્યું હતું. આ ઘટનાએ શ્રીરામનાં જીવનમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બાદ તેઓ દક્ષિણની તરફ આગળ વધ્યાં હતાં અને રાવણને હરાવવા શ્રીલંકા પહોંચી ગયાં હતાં.

લેપાક્ષી અને શ્રીરામસ્વામી મંદિર
નાસિક બાદ PM મોદી દક્ષિણમાં આશરે 1000 કિમી દૂર લેપાક્ષી પહોંચ્યાં હતાં. આંધ્રપ્રદેશમાં સ્થિત આ જગ્યા પર તેમણે 16 જાન્યુઆરીનાં વીરભદ્ર મંદિરમાં દર્શન કર્યાં. લેપાક્ષીનું પણ રામાયણમાં ઘણું મહત્વ છે. કથા અનુસાર સીતાનાં હરણ બાદ રાવણ તેમને પુષ્પક વિમાન પર બેસાડીને લંકા તરફ લઈ જતાં હતાં. રસ્તામાં જટાયુએ તેમને રોક્યું અને બંને વચ્ચે યુદ્ધ થયું. લડાઈ દરમિયાન રાવણની તલવારથી જટાયુનો પંખ કપાયો અને તે ઘાયલ થઈને લેપાક્ષીમાં પડ્યાં. સીતાને શોધી રહેલાં રામ-લક્ષ્મણ અહીં પહોંચ્યાં અને જટાયુને મળ્યાં. અહીં જ ભગવાન રામે જટાયુને મોક્ષ અપાવ્યો હતો.

Lepakshi Temple

કેરળ શ્રીરામસ્વામી મંદિર
આંધ્રપ્રદેશ બાદ PM મોદી શ્રી રામસ્વામી મંદિર પહોંચ્યાં હતાં. આ મંદિર કેરળનાં થિસૂર જિલ્લા સ્થિત થ્રિપ્રેયરમાં છે. માન્યતા અનુસાર જ્યારે હનુમાન લંકાથી સીતાની માહિતી મેળવીને પાછા ફરી રહ્યાં હતાં ત્યારે અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં ચકયાર કૂથૂ નામક પૂજા થાય છે. આ પૂજા 12 દિવસ સુધી ચાલે છે જેમાં કથાનું વર્ણન કરવામાં આવે છે.

રંગનાથસ્વામી મંદિર સાથે કનેક્શન
PM મોદી તમિલનાડુનાં ત્રિચિમાં સ્થિત શ્રીરંગનાથસ્વામી મંદિરમાં પહોચ્યાં. આ મંદિરનું પણ રામાયણ સાથે કનેક્શન છે. માન્યતા છે કે રાવણનો વધ કર્યા બાદ ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમની સાથે વિભીષણ પણ આવ્યાં હતાં. જ્યારે વિભીષણ પાછા ફર્યા ત્યારે ભગવાન રામે તેમને વિષ્ણુની મૂર્તિ આપી હી. આ લંકાનાં યુદ્ધમાં મદદ કરવા બદલ એક પ્રતીક સ્વરૂપ હતી. આ સાથે જ ભગવાન રામે વિભીષણને કહ્યું હતું કે તેમણે આ મૂર્તિ ક્યાંય રાખવાની નથી. જો તેમણે મૂર્તિને જમીન પર રાખી તો મૂર્તિ ત્યાં જ સ્થાપિત થઈ જશે અને તેને ઊઠાવી નહીં શકાય. 

માન્યતા છે કે જ્યારે વિભીષણ ત્રિચુરાપલ્લી પહોંચ્યા ત્યારે તેમણે પૂજા કરતા પહેલા કાવેરી નદીમાં સ્નાન કરવાનું નક્કી કર્યું. તેણે વિષ્ણુજીની મૂર્તિ એક બાળકને આપી હતી. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ બાળક બીજું કોઈ નહીં પણ ભગવાન ગણેશ ખુદ જ હતાં. તેઓ નહોતા ઇચ્છતા કે ભગવાન વિષ્ણુની મૂર્તિને ભારતની બહાર લઈ જવામાં આવે. જ્યારે વિભીષણ પૂજા કરીને પાછા ફર્યા તો તેમણે જોયું કે મૂર્તિ જમીન પર પડી છે. જે બાદ ચૌલ વંશના રાજાને હજારો વર્ષો પછી આ મૂર્તિ મળી અને તેણે તેને રંગનાથસ્વામી મંદિરમાં સ્થાપિત કરી.

રામેશ્વરમ -ધનુષકોડી -અયોધ્યા
હવે PM મોદી ત્રિચીથી રામેશ્વરમ પહોંચશે. તે રામેશ્વરમથી આશરે 230 કિમી દૂર દક્ષિણમાં છે. અહીં PM મોદી પ્રખ્યાત અરુલમિગુ રામનાથસ્વામી મંદિરની મુલાકાત લેશે જે ચાર ધામમાંથી એક ધામ માનવામાં છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે તેની વાસ્તુકળા માટે ઘણું પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે શ્રીલંકાથી પરત ફરતી વખતે ભગવાન રામ રાવણની હત્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. જેથી ભગવાન શિવે તેમને શિવલિંગ બનાવવા અને તેની પૂજા કરવાની સલાહ આપી. આ પછી રામે હનુમાનને શિવલિંગ લાવવા માટે કૈલાશ મોકલ્યા. જ્યારે હનુમાનને ત્યાંથી પાછા ફરવામાં મોડું થયું ત્યારે સીતાએ દરિયા કિનારે પડેલી રેતીમાંથી શિવલિંગ બનાવ્યું. 

આ બાદ PM મોદી ધનુષકોડી પહોંચશે. અહીં તેઓ કૌથાંદ્રામાસ્વામી મંદિરમાં પૂજા કરશે. આ મંદિર શ્રી કૌથાંદ્રામા સ્વામીને સમર્પિત છે. કૌથાંદ્રામા એટલે ધનુષની સાથે રામ. એવું માનવામાં આવે છે કે શ્રીલંકાથી પાછા ફર્યા બાદ ભગવાન રામે પોતાના ધનુષ વડે રામસેતુ તોડી નાખ્યો હતો. 

PM મોદીની ભગવાન રામનાં વનવાસ અને રાવણ સામે વિજય સાથે સંબંધિત યાત્રાઓ અયોધ્યા પહોંચ્યા બાદ સમાપ્ત થશે. જ્યાં તેઓ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir PM modi Ram Bhakti Temples અયોધ્યા રામમંદિર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિર Ayodhya ram mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ