બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / PM મોદીએ શેર કર્યો ગુજરાત પ્રવાસનો વીડિયો, લાભાર્થી પરિવાર સાથે સંવાદ કરતા નજરે પડ્યાં

ગાંધીનગર / PM મોદીએ શેર કર્યો ગુજરાત પ્રવાસનો વીડિયો, લાભાર્થી પરિવાર સાથે સંવાદ કરતા નજરે પડ્યાં

Last Updated: 11:27 AM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી ત્રીજીવખત વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીના ઘરે મુલાકાત કરી હતી. આ અંગેનો વીડિયો શરે કર્યો હતો.

PM Modi Gujarat Visit: નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર ગુજરાત પ્રવાસે આવ્યા હતા. પીએમ મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન મેટ્રોને પ્રસ્થાન કરાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ ઉપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધી હતી તેમજ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીએ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ સુર્ય ઘરના લાભાર્થીના ઘરે પહોંચ્યા હતા. આ મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો છે.

પીએમ મોદી લાભાર્થીના પરિવાર સાથે મુલાકાત કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગરના વાવોલની શાલીન-2 સોસાયટીના 53 નંબરના બંગલોમાં રહેતા જગશીભાઈ સુથારના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ પરિવાર સાથે પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજનાના લાભ અંગે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા. તેમજ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. ત્યારે આ દરમિયાન એક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એડવાન્સમાં જ જન્મદિવસની શુભેચ્છા પાઠવતા 'સર હેપી બર્થ ડે'ની બુમ પાડી હતી. જેને સાંભળીને મોદીએ હાથ ઉંચો કરીને જન્મદિવસની શુભેરછા ઝીલી હતી.

PROMOTIONAL 10

વધુ વાંચો : CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, પાક નુકસાની સહિત જાણો કયા-કયા મુદ્દાઓ આવરી લેવાશે

'ભારતમાં સૌથી પહેલા સોલાર પાવાર પોલિસી ગુજરાતે બનાવી હતી'

વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યૂએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે, ગુજરાતએ ભારતનો તે રાજ્ય છે જેણે ભારતમાં સૌથી પહેલા સોલાર પાવાર પોલિસી બનાવી હતી. પહેલા ગુજરાતમાં પોલિસી બની ત્યારબાદ નેશનલ તરફ લઈ જવામાં આવી છે. ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ત્યારે ભારત આવનારા સમયમાં 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે. જે ધરતી પર સૂર્ય ક્રાંતિનો ઉદય થયો છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar PM Narendra Modi Jagshibhai Suthar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ