મુલાકાત /
PM મોદી કોરોના રસીના નિરીક્ષણ માટે અમદાવાદ આવવાના છે ત્યારે ચાંગોદરમાં થઈ રહી છે આ ખાસ તૈયારીઓ
Team VTV11:38 AM, 27 Nov 20
| Updated: 01:59 PM, 27 Nov 20
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે અમદવાદ આવી રહ્યાં છે. પીએમ મોદીના આગમનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરની ચાંગોદરમાં આવેલ ઝાયડસ ફાર્મા કંપનીની મુલાકાત લેશે. કંપની બહાર હેલિપેડ બનાવામાં આવ્યું છે તેમજ રસ્તાઓ રિસરફેસ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.
આવતીકાલે PM મોદી અમદાવાદ આવશે
ચંગોદરમાં ઝાયડસ કંપનીમાં તડામાર તૈયારીઓ
ઝાયડસ કંપનીની બહાર હેલિપેડ બનવામાં આવ્યું છે
PM નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદ શહેર આવી રહ્યા છે. તેઓ ઝાયકોવિડ રસીની સ્થિતિનું નિરિક્ષણ કરવા શહેરમાં આવી રહ્યા છે. નોંધનીય છે કે PM મોદી શનિવારે અમદાવાદ ઉપરાંત પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ અને હૈદરાબાદની ભારત બાયોટેકની મુલાકાત પણ લેવા જઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યને કોરોના સામે લડવા માટેનું હથિયાર હાથ લાગ્યું છે જેનાથી સરકાર, ડોકટરો અને પ્રજામાં એક આશાનું કિરણ જાગ્યું છે. આ રસીનું નામ ઝાયકોવિડ છે.
ગુજરાતને આશા જગાવી છે આ બે રસીઓએ
ઝાયકોવિડ રસી ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલા દ્વારા બનાવવામાં આવી છે. નોંધનીય છે કે આ ઉપરાંત ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિન રસી પણ અમદાવાદ ખાતે આવી છે જેના પરિક્ષણ થઇ રહ્યા છે.
PM મોદી ઝાયકોવિડ રસીની સ્થિતિનું કરશે નિરિક્ષણ કરવા માટે આવે તેવી શક્યતા
PM મોદીનો અમદાવાદ ખાતેની મુલાકાતનો હેતુ ઝાયકોવિડ રસીની સ્થિતિનું કરશે નિરિક્ષણ કરીને તેની અપડેટ્સ મેળવવાનો છે. આ રસીના પરિક્ષણ કેટલા સમયમાં થશે અને તેનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે તે મુદ્દે તેઓ CMD પંકજ પટેલ સાથે પણ ચર્ચા કરશે.
ઝાયકોવિડના સારા પરિણામ મળ્યા છે
નોંધનીય છે કે ટ્રાયલ્સ માટે કેડિલાની વેક્સિન ઝાયકોવિડ રસી બે તબક્કામાંથી પસાર થઇ ચુકી છે. આ બંને તબક્કામાં ઝાયકોવિડ પ્રાથમિક રીતે અસરકારક સાબિત થઇ રહી છે અને તેના સારા પરિણામ મળ્યા છે. ઝાયડસ કેડિલામાં હાલ ઝાયકોવિડનું ઉત્પાદન પણ ચાલુ છે.