pm modi varanasi visit dev deepawali gurunanak dev ji farmers protest
નિવેદન /
PM મોદીએ ગુરૂ નાનકજીને યાદ કરી ખેડૂતોને આપી શીખ, કહ્યું- બદલાવ થાય ત્યારે વિરોધ થાય પરંતુ...
Team VTV08:53 PM, 30 Nov 20
| Updated: 08:55 PM, 30 Nov 20
દેવ દિવાળીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. દીપ પ્રાગટ્ય બાદ પ્રધાનમંત્રી મોદીએ કાશીના લોકોને સંબોધન કર્યું હતું. આ અવસર પર તેમણે ગુરૂ નાનકનો ઉલ્લેખ કરતા આંદોલન કરી રહેલા ખેડૂતોને તેમણે આપેલ બોધ યાદ કરાવ્યો હતો.
દેવ દિવાળીના દિવસે પ્રધાનમંત્રી પહોંચ્યા વારાણસીની મુલાકાતે
વિરોધ કરી રહેલા ખેડૂતોને ગુરૂ નાનકજીના બોધપાઠને કરાવ્યો યાદ
વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે આપણે રિફોર્મ્સની વાત કરીએ છીએ પરંતુ સમાજ અને વ્યવસ્થામાં રિફોર્મ્સના ખૂબ મોટા પ્રતીક તો ગુરૂ નાનકજી પોતે છે. આપણે એ પણ જોયું છે કે, જ્યારે સમાજ, રાષ્ટ્રહિતમાં બદલાવ થાય ત્યારે જાણતા-અજાણતા વિરોધના સૂર છે. પરંતુ જ્યારે આ સુધારાની સાર્થકતા સામે આવે છે તો બધુ જ સારું થઇ જાય છે આ બોધપાઠ આપણને ગુરૂનાનક દેવજીના જીવનથી મળે છે.
કાશી સમગ્ર દુનિયાને પ્રકાશ આપે છે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કાશી સમગ્ર દુનિયાને પ્રકાશ આપે છે રસ્તો બતાવનાર છે. દરેક યુગમાં, કાશીના પ્રકાશથી કોઈને કોઈ મહાપુરુષની તપશ્ચર્યા સાથે જોડવામાં આવે છે અને કાશી જગતનો માર્ગ બતાવે છે. તેમણે કહ્યું કે કાશીની આ ભાવના, દેવ દિવાળીની પરંપરાનો આ પક્ષ ભાવૂક બનાવે છે.
No matter how much things have changed due to COVID19 none can change the 'Urja', Bhakti' and 'Shakti' of Kashi: PM Modi at Dev Deepawali Mahotsav in Varanasi pic.twitter.com/Z8DhfolYfs
પીએમ મોદીએ સંબોધનમાં અન્નદાતાઓને પ્રણામ કહીને પોતાના સંબોધનની શરૂઆત કરી અને વિપક્ષ પર આરોપ લગાવ્યો કે વિપક્ષ ખેડૂતોને ભરમાવી રહ્યું છે અને દાયકાઓથી ખેડૂતો સાથે કપટ કરનારા અન્નદાતાઓમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કૃષિ કાયદાઓ પર ખેડૂતોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે જોકે નવા કાયદા તો ખેડૂતોને વિકલ્પ આપે તેવા છે.
ખેતબજાર અને MSPને હટાવીશું નહીં : મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેતબજારોને આધુનિક બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને MSP પર જ પાક વેચવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકો અફવા ફેલાવતા રહે છે, કેટલાક લોકો પોતાના રાજકારણને બચાવવા માટે આ બધું કરી રહ્યા છે. પીએમ મોદીએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે જો જૂની પદ્ધતિને જ સારી માનવામાં આવી રહી હોય તો આ કાયદામાં તેના પર કોઈ જ રોક નથી, નવા કાયદામાં માત્ર નવા વિકલ્પ આપવામાં આવ્યા છે.
દાયકાઓ સુધી ભ્રમ ફેલાવ્યો
પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે પહેલાના સમયમાં સરકારનો કોઈ નિર્ણય પસંદ ન આવતો તો તેનો વિરોધ કરવામાં આવતો હતો પરંતુ હવે વિરોધના નામે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. આ તે લોકો જ છે તેમણે દાયકાઓ સુધી ખેડૂતો સાથે કાવતરું કર્યું.
વિપક્ષ પર લગાવ્યો આરોપ
નોંધનીય છે કે કોંગ્રેસ સહીતના ઘણા પક્ષો આ મુદા પર સરકારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે પીએમ મોદી પણ હવે મેદાનમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોના નામે પહેલાની સરકારોમાં છળકપટ કરવામાં આવી અનેલાંબા સમય સુધી આ બધું દેશમાં ચાલતું રહ્યું.
પીએમ મોદી પોતાના ભાષણમાં વિરોધીઓ જોરદાર વરસ્યા, કહ્યું કે આશંકાઓના આધારે ભ્રમ ફેલાવી રહ્યા છે, જ્યાં સુધી એક મુદ્દા પર લોકો તેમનું જૂઠ પકડે ત્યાં સુધી તો તે બીજા મુદ્દે ભ્રમ ફેલાવવા લાગે છે. ચોવીસે કલાક તેમનું આ જ કામ છે.
ખેડૂતોએ ફગાવી અમિત શાહની અપીલ
નોંધનીય છે કે પીએમ મોદીએ આજે દેવદિવાળીના અવસર પર જ્યારે ભાષણ શરુ કર્યું ત્યારે સૌથી પહેલા ખેડૂતોને પ્રણામ કર્યું અને તે બાદ ખેતી વિશે ઘણી બધી જાણકારી આપી, એક તરફ ખેડૂતો દિલ્હીમાં આંદોલન પર બેઠા અને મોટા ભાગની દિલ્હી બોર્ડર પર ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોએ અમિત શાહની અપીલને પણ ફગાવી દીધી છે ત્યારે પીએમ મોદી પોતે હવે ખેડૂતોને સમજાવવા માટે મેદાનમાં આવ્યા છે.