બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / મોદી-ટ્રમ્પની મુલાકાતમાં કોણ કોના પર પડ્યું ભારે? જાણો શું કહે છે દુનિયાભરની મીડિયા
Last Updated: 11:55 PM, 14 February 2025
PM Modi US Visit : અમેરિકા સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી બેઠકમાં વેપાર, સેમિકન્ડક્ટર, ટેરિફ અને સંરક્ષણ સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાની ધમકી બાદ બંને દેશોના નેતાઓ પહેલી વાર મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં ટેરિફનો સામનો કરવાના પગલાં પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને પોતાના કરતા પણ મોટા વાટાઘાટકાર ગણાવ્યા.
ADVERTISEMENT
અમેરિકાએ F-35 ફાઇટર જેટ વેચવાની જાહેરાત કરી
ભારત-યુએસએ મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો સંકલ્પ કર્યો અને વ્યૂહાત્મક ટેકનોલોજી (TRUST) પહેલનો ઉપયોગ કરીને બે દેશો વચ્ચે પરિવર્તનશીલ સંબંધોની જાહેરાત કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી દિલ્હીને F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાની જાહેરાત કરી. આ જેટને વિશ્વના સૌથી અદ્યતન જેટમાંનું એક માનવામાં આવે છે. બંને નેતાઓની મુલાકાત પર દુનિયાભરના મીડિયાની નજર હતી.
ADVERTISEMENT
'વેપાર તણાવ ઉકેલવા માટે તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવ્યા નથી'
સમાચાર એજન્સી રોઇટર્સે જણાવ્યું હતું કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર અને ખનિજો જેવા મુખ્ય ક્ષેત્રોમાં વેપારને પ્રોત્સાહન આપવા માટે કરાર થયા હતા. રોઇટર્સે અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દાને પણ મહત્વ આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, PM મોદીએ ખાતરી આપી હતી કે, ભારત અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા તેના નાગરિકોને પાછા લેવા માટે તૈયાર છે અને માનવ તસ્કરી નેટવર્કને ખતમ કરવાની વાત કરી હતી.
સમાચાર એજન્સી AFPએ જણાવ્યું હતું કે, મોદી-ટ્રમ્પ મુલાકાત ચીનના પ્રભાવનો સામનો કરવા માટે અમેરિકાની મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતી. AFP એ જણાવ્યું હતું કે મોટા નિવેદનો છતાં, વેપાર તણાવને ઉકેલવા માટે તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
મોદી-ટ્રમ્પ મુલાકાત પ્રતીકાત્મક
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે, ભારત અમેરિકામાંથી તેલ અને ગેસની આયાત વધારવા માંગે છે જેથી બંને દેશો વચ્ચે વેપાર સંતુલન જળવાઈ રહે. આ તરફ BBCએ અહેવાલ આપ્યો છે કે, મોદી-ટ્રમ્પ મુલાકાત મોટે ભાગે પ્રતીકાત્મક હતી, જેમાં વેપાર વિવાદો પર કોઈ વિકાસ થયો ન હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ આ પ્રસંગનો ઉપયોગ વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા માટે કર્યો.
વધુ વાંચો : PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બેઠકથી તમતમી ગયું ચીન, ચિંતા કરી જાહેર
ટેરિફનો મુદ્દો વિશ્વ મીડિયામાં પણ છવાયો
અલ જઝીરાએ આ બેઠક અંગે માનવ અધિકારોની ચિંતાઓ ઉઠાવી હતી. અલ જઝીરાના મતે બંને નેતાઓએ લોકશાહી મૂલ્યો અને પ્રેસ સ્વતંત્રતા પર ચર્ચા કરવાનું ટાળ્યું હતું. ન્યૂઝ ચેનલ CNNના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ઓર્ડરથી વિકાસશીલ દેશો પર પ્રતિકૂળ અસર પડી શકે છે. જેમાં ભારત, બ્રાઝિલ, વિયેતનામ, દક્ષિણ-પૂર્વ એશિયાઈ અને આફ્રિકન દેશોનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.