બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:17 AM, 14 February 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વોશિંગ્ટન ડીસીમાં ઐતિહાસિક મુલાકાત થઈ રહી છે. ટ્રમ્પના અમેરિકન સત્તા સંભાળ્યા પછી થઈ રહેલી આ ખાસ બેઠક પર આખી દુનિયાની નજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસ પહોંચી ગયા છે.
ADVERTISEMENT
A meeting between Prime Minister Narendra Modi and US President Donald Trump is underway at the White House in Washington, DC. pic.twitter.com/DpizRwDzmE
— ANI (@ANI) February 13, 2025
આ સમયગાળા દરમિયાન બંને વૈશ્વિક નેતાઓ દ્વિપક્ષીય બેઠક કરશે અને ત્યારબાદ એક પ્રેસ નિવેદન પણ બહાર પાડશે. ટ્રમ્પ અને પીએમ મોદી સાથે ડિનર પણ કરશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી વોશિંગ્ટન ડીસીના બ્લેર હાઉસમાં રોકાયા છે.
ADVERTISEMENT
#WATCH | Prime Minister Narendra Modi arrives at White House in Washington, DC to meet US President Donald Trump.
— ANI (@ANI) February 13, 2025
The two leaders are meeting in person for the first time after the inauguration of President Trump as the 47th US President on January 20, 2025.
(Video: ANI/DD) pic.twitter.com/SMr9SeU111
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ પહોંચી ગયા છે. અહીં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ ટૂંક સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. રાષ્ટ્રપતિ બન્યા પછી પીએમ મોદીની ટ્રમ્પ સાથે આ પહેલી મુલાકાત છે.
#WATCH | Washington, DC: Ceremonial guards gather at the premises of the White House to welcome Prime Minister Narendra Modi as he is set to arrive here shortly.
— ANI (@ANI) February 13, 2025
He will meet US President Donald Trump. This will be the first meeting between the two leaders after the inauguration… pic.twitter.com/9BZQ0IBf0t
પીએમ મોદીને મળતા પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સત્તાવાર રીતે પારસ્પરિક ટેરિફ (RECIPROCAL TARRIFFS) ની જાહેરાત કરી છે. નવા ટેરિફની જાહેરાત કરતી વખતે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કોઈ દેશ ગમે તેટલો ટેરિફ લાદે, અમે તે દેશ પર તે જ ટેરિફ લાદીશું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વધુ નહીં, ઓછું નહીં, તેઓ અમારી પાસેથી ટેક્સ કે ટેરિફ વસૂલ કરે છે અને અમે બરાબર એ જ ટેક્સ કે ટેરિફ વસૂલ કરીશું. કોઈને ખબર નથી કે તે નંબર શું છે.
અહેવાલ મુજબ તેમણે ગુરુવારે રાત્રે આ સંબંધિત નવી ટેરિફ નીતિ પર હસ્તાક્ષર કર્યા. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રમ્પના આ આદેશને લાગુ થવામાં એક અઠવાડિયા કે એક મહિનો પણ લાગી શકે છે. ટેરિફ ક્યારે લાગુ થશે તેની કોઈ નિર્ધારિત સમયરેખા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.