UN મહાસભા / ટ્રમ્પે મોદીને 'ફાધર ઓફ ઈન્ડિયા' ગણાવ્યા, મોદીએ કહ્યું- તેઓ ભારતના ગાઢ મિત્ર

pm modi us president donald trump meeting

હ્યૂસ્ટનમાં 'હાઉડી મોદી' ઇવેન્ટમાં મંચ શેર કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વિપક્ષીય વાતચીત થઇ હતી. અંદાજિત 36 કલાક બાદ બન્ને દિગ્ગજો ફરી મળ્યા છે. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે મિત્રતા વધુ ગાઢ બની છે. ટ્રમ્પે પીએમ મોદીને ફાધર ઑફ ઇન્ડિયા ગણાવ્યા હતા. અમેરિકાની જમીન પર મોદીનો જલવો આજે પણ જોવા મળ્યો. આતંકવાદ પર પીએમ મોદીએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી, જ્યાર બાદ ટ્રમ્પે મોદીને આતંકવાદથી લડવા માટે સક્ષમ ગણાવ્યા. જોકે બન્ને દિગ્ગજો વચ્ચે ટ્રેડ અને ટેરર પર વાતચીત ચાલી રહી છે. આ બન્ને દેશોને ફાયદો થશે. 60 મિલિયનની ડીલ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિ સારૂ છે. ત્યારે, અમેરિકામાં 2020માં થનાર ચૂંટણીમાં આ મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ