રાજસ્થાન-તેલંગાણા ચૂંટણી: PM મોદીએ લોકોને મતદાન કરવા કરી અપીલ

By : admin 09:25 AM, 07 December 2018 | Updated : 09:26 AM, 07 December 2018
આજે રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. ત્યારે પીએમ મોદીએ ટ્વીટ કરીને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, રાજસ્થાનમાં આજે મતદાન છે. રાજ્યના તમામ મતદાતાઓને મારો આગ્રહ છે કે તેઓ ઉત્સાહપૂર્વક લોકતંત્રના મહાપર્વમાં ચોક્કસ ભાગ લે અને મોટી સંખ્યામાં મતદાન કરે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં 199 વિધાનસભા બેઠક પર મતદાન છે અને 2 હજાર 274 ઉમેદવારો મેદાને છે. આગામી 11 ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ આવશે. જેમાં રાજસ્થાનના બે હજાર 274 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જ્યારે તેલંગાણાના 1 હજાર 821 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

 તેલંગાણા વિધાનસભામાં ત્રિકોણિયા જંગના એંધાણ છે. ટી.આર.એસ. અને કોંગ્રેસ પાર્ટી મુખ્ય પ્રતિદ્વંદી છે. ટીઆરએસનું ઔવેસી સાથે ગઠબંધન અને કોંગ્રેસનું ચંદ્રબાબુ નાયડુ સાથે ગઠબંધન છે. ટીઆરએસનું ઔવેસી સાથે ગઠબંધન અને કોંગ્રેસનું ચંદ્રબાબુ નાયડુ સાથે ગઠબંધન છે.
 Recent Story

Popular Story