પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક નવું ડિજિટલ સોલ્યુશન લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ વચ્ચે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ એવી ઘટનાઓ થયા છે. જે દરેક ભારતીય માટે ખુશીની વાત છે. તેની સાથે જ બીજ બીજી ટ્વીટમાં તેમણે ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનના વખાણ કરતા કહ્યું કે આશા છે કે ભારતને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે 130 કરોડ ભારતીય મહેનત ચાલુ રાખશે.
દરેક ભારતીય માટે ખુશખબર લઈને આવ્યો છે ઓગસ્ટ
PM મોદીએ ટ્વીટ કરી કહ્યું, " જેવો ભારતે ઓગસ્ટમાં પ્રવેશ કર્યો છે. જે અમૃત મહોત્સવની શરૂઆતનો પ્રતીક છે. તેમાં ઘણી એવી ધટનાઓ જોવા મળી છે જે દરેક ભારતીયો માટે ખુશીની વાત છે. રેકોર્ડ બ્રેક વેક્સિનેશન થયું છે અને ઉચ્ચ જીએસટી સંખ્યા પણ મજબૂત આર્થિક ગતિવિધિઓનો સંકેત આપી રહી છે."
As India enters August, which marks the beginning of the Amrut Mahotsav, we have seen multiple happenings which are heartening to every Indian. There has been record vaccination and the high GST numbers also signal robust economic activity.
130 કરોડ ભારતીયોએ કરવી પડશે મહેનત
બીજા ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, "પીવી સિંધુએ ન ફક્ત મેડલ જીત્યો છે પરંતુ આપણે ઓલિમ્પિકમાં પુરુષ અને મહિલા હોકી ટીમોના ઐતિહાસિક પ્રયત્નોને પણ જોવા છે. મને આશા છે કે 130 કરોડ ભારતીય ભારતને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવામાં ખૂબ મહેનત કરવાનું ચાલુ રાખશે, કારણ કે દેશ અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. "
ભારત ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં આજે એક વધારે મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી ઈ વાઉચર બેસ્ડ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI લોન્ચ કરશે. તેનાથી લાભાર્થીઓને મળનારા ફાયદા કોઈ પણ લીકેજ વિના તેમના સુધી પહોંચશે. વચેટિયા અને મધ્યસ્થી રહેશે નહીં.
Prime Minister Narendra Modi will launch e-RUPI, a person and purpose-specific digital payment solution on August 2 via video conferencing.
e-RUPI શું છે?
e-RUPI એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ રીત છે. આ એક ક્યૂઆર કોડ કે એસએમએસ સ્ટ્રિંગ બેસ્ડ ઈ વાઉચર છે. તેનાથી લાભાર્થીના મોબાઈલ પર મેસેજ આવે છે અને મેકેનિઝમને યૂઝર્સના વાઉચર રીડિમ કરવા માટે સર્વિસ પ્રોવાઈડર પર કોઈ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ કે ઈન્ટરનેટ બેંકિંગ સર્વિસને એક્સેસ કરવાની જરૂર રહેશે નહીં.
કોઈ મધ્યસ્થીની નહીં રહે જરૂર
e-RUPI વિના કોઈ ફિઝિકલ ઈન્ટરફેસને ડિજિટલ રીતે લાભાર્થી અને સર્વિસ પ્રોવાઈડર્સની સાથે સર્વિસિસના સ્પોન્સર્સને એકમેકની સાથે જોડે છે અને નકકી કરે છે કે લેન દેન પૂરું થયા બાદ સર્વિસ પ્રોવાઈડરને પેમેન્ટ કરાશે. પ્રીપેડ થવાના કારણે આ કોઈ મધ્યસ્થને સામેલ કર્યા વિના સર્વિસ પ્રોવાઈડરના સમયે પેમેન્ટ કરે છે. સેવાને લીક પ્રૂફ ડિલિવરી નક્કી કરવાની દિશામા ક્રાંતિકારી પગલું હોઈ શકે છે.
આ યોજનાઓને થશે મોટો ફાયદો
e-RUPI પ્લેટફોર્મનો ઉપયોગ અનેક સામાજિક કલ્યાણ યોજનામાં થઈ શકે છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ફર્ટિલાઈઝર સબ્સિડી જેવી યોજનાઓના આધારે મધર એન્ડ ચાઈલ્ડ વેલ્ફેર સ્કીમ્સ, ટીબી ઉન્મૂલન કાર્યક્રમો, દવાઓ અને સારવારના આધારે પોષણ મદદ આપવા માટે યોજનાના આધારે સર્વિસ આપવા માટે કરાય છે. ખાનગી ક્ષએત્ર પણ કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમોના રૂપમાં ડિજિટલ વાઉચરનો ઉપયોગ કરી શકે છે. e-RUPIને લોન્ચ કરવાનો હેતુ ઓનલાઈન પેમેન્ટને વધારે સરળ અને સુરક્ષિત કરવાનો છે. આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના નાણાકીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રિય સ્વાસ્થ્ય પ્રાધિકરણની સાથે મળીને તૈયાર કરાયું છે.