BIG NEWS /
PM મોદીના ગુજરાત પ્રવાસમાં ફરી ફેરફાર : જાણો કઇ તારીખે આવશે અને શું છે કાર્યક્રમ
Team VTV09:49 PM, 15 May 22
| Updated: 10:00 PM, 15 May 22
29 ના બદલે હવે 28 મે એ ગુજરાત આવશે પીએમ મોદી, સવારે ગાંધીનગર તો સાંજે રાજકોટમાં કરશે લોકોને સંબોધન
પીએમ મોદીના ગુજરાત પ્રવાસમાં ફરી બદલાવ
29 ના બદલે હવે 28 મે એ ગુજરાત આવશે પીએમ મોદી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ધમધમાટ શરૂ થઈ ગયો છે. દેશની મોટી પાર્ટીઓના દિગ્ગજ નેતાઑ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના કાર્યક્રમના દિવસમાં મોટો ફેરફાર કરવામા આવ્યો છે. 29 મે ના બદલે હવે 28 મે એ ગુજરાત આવશે પીએમ મોદી.
2 લાખ પાટીદારોને સંબોધન કરશે પીએમ મોદી
મહત્વનું છે કે 28 મી એ સવારે ગાંધીનગરમાં સહકાર મહા સંમેલન પીએમ મોદી સંબોધન કરશે તે બાદ સાંજે રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં 2 લાખ પાટીદારોને સંબોધન કરશે. આપને એ પણ જણાવી દઈએ કે રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ લોકાર્પણ કાર્યક્ર્મ માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગતો PMOએ કલેકટર પાસેથી માંગી લેવામાં આવી છે. પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ વિશે વાત કરીએ તો 40 કરોડના ખર્ચે 200 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણ કરાયું છે. પાટીદાર સમાજ ટ્રસ્ટ તરફથી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
એકબાદ એક પાટીદાર કાર્યક્રમોમાં સૂચક હાજરી
મહત્વનું છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પાટીદાર મહત્વનું ફેક્ટર છે. પાટીદાર ફેક્ટર માટે ખુદ પીએમ મોદીએ જ જવાબદારી લીધી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી પીએમ મોદી પાટીદાર સમુદાયમાં એક બાદ એક કાર્યક્રમોનું સંબોધન કરી રહ્યા છે. સુરતના સરથાણામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તો બીજી તરફ કચ્છમાં 15મી એપ્રિલના રોજ 150 કરોડના ખર્ચે નિર્માણ પામેલી કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ત્યારે હવે રાજકોટમાં પણ એક પાટીદાર સમાજની હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવશે. આ ઉપરાંત પાટીદારોના જુનાગઢ ગઢીલા માતાજીના કાર્યક્રમમાં પણ પીએમ મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી.