PM Modi to visit Ahmedabad Pune and Hyderabad to check assess status of vaccine development
મુલાકાત /
PM મોદીનું 'રસી'ભ્રમણ : વૅક્સિન મુદ્દે શનિવારે અમદાવાદની મુલાકાતે આવે તેવી શક્યતા, પુણે અને હૈદરાબાદ પણ જશે
Team VTV09:29 PM, 26 Nov 20
| Updated: 09:38 PM, 26 Nov 20
PM મોદી શનિવારે અમદાવાદ શહેર આવી રહ્યા છે. મળતા સમાચાર પ્રમાણે તેઓ ઝાયકોવિડ રસીની સ્થિતિનું નિરિક્ષણ કરવા શહેરમાં આવી રહ્યા છે તેવી સંભાવના છે. નોંધનીય છે કે PM મોદી શનિવારે અમદાવાદ ઉપર પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ અને હૈદરાબાદની ભારત બાયોટેકની મુલાકાત પણ લેવા જઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યને કોરોના સામે લડવા માટેનું હથિયાર હાથ લાગ્યું છે જેનાથી સરકાર, ડોકટરો અને પ્રજામાં એક આશાનું કિરણ જાગ્યું છે. આ રસીનું નામ ઝાયકોવિડ છે.
ગુજરાતને આશા જગાવી છે આ બે રસીઓએ
ઝાયકોવિડ રસી ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલા દ્વારા બનાવવામાં આવી છે. નોંધનીય છે કે આ ઉપરાંત ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિન રસી પણ અમદાવાદ ખાતે આવી છે જેના પરિક્ષણ થઇ રહ્યા છે.
PM મોદી ઝાયકોવિડ રસીની સ્થિતિનું કરશે નિરિક્ષણ કરવા માટે આવે તેવી શક્યતા
PM મોદીનો અમદાવાદ ખાતેની મુલાકાતનો હેતુ ઝાયકોવિડ રસીની સ્થિતિનું કરશે નિરિક્ષણ કરીને તેની અપડેટ્સ મેળવવાનો છે. આ રસીના પરિક્ષણ કેટલા સમયમાં થશે અને તેનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે તે મુદ્દે તેઓ CMD પંકજ પટેલ સાથે પણ ચર્ચા કરશે.
ઝાયકોવિડના સારા પરિણામ મળ્યા છે
નોંધનીય છે કે ટ્રાયલ્સ માટે કેડિલાની વેક્સિન ઝાયકોવિડ રસી બે તબક્કામાંથી પસાર થઇ ચુકી છે. આ બંને તબક્કામાં ઝાયકોવિડ પ્રાથમિક રીતે અસરકારક સાબિત થઇ રહી છે અને તેના સારા પરિણામ મળ્યા છે. ઝાયડસ કેડિલામાં હાલ ઝાયકોવિડનું ઉત્પાદન પણ ચાલુ છે.
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેકસીનની ટ્રાયલ આજથી શરૂઆત
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેકસીનની ટ્રાયલ આજથી શરૂ થઈ છે. જેમાં પ્રથમ ડોઝ અંતર્ગત 4 પુરુષો અને એક મહિલા વોલિયન્ટિયરને રસી આપવામાં આવી છે. પાંચેય વોલિયન્ટિયર ને એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ICMR અને રાજ્યસરકારની ગાઈડલાઇન્સ આધારે 500 લોકો પર પ્રથમ સ્ટડી કરવામાં આવશે. બાદમાં તમામનું સતત એક વર્ષ સુધી ફોલોપ કરવામાં આવશે.
સૂત્રો અનુસાર મોદી સરકારે રસીકરણ માટેની યોજના પર સંપૂર્ણ કામ કરી લીધું છે અને એક અંદાજ અનુસાર એક વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવા માટે 500 રૂપિયાનો ખર્ચ આવશે અને સરકારે તે હેઠળ 500 અબજ રૂપિયાનું બજેટ નક્કી કરી રાખ્યું છે. આ બજેટના ફંડની મદદથી રસીકરણમાં કોઈ બાધા આવશે નહીં. આ માટે બજેટમાં તેની જાહેરાત પણ થઇ શકે છે.