બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 07:52 AM, 7 April 2020
ADVERTISEMENT
મેડિકલ સેકટરમાં આત્મનિર્ભર બનવાની તક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજા દેશો પર આપણી નિર્ભરતાને ઓછી કરવા જણાવ્યું. સૌથી પહેલા ધીરે-ધીરે આ વિભાગો પર ફોક્સ કરવામાં આવે જે Covid-19 કોરોના માટે હોટસ્પોટ નથી. પીએમ મોદીએ કહ્યું આ સંકટ સમયે આપણને તક મળી છે કે આપણે મેડિકલ સેકટરમાં આત્મનિર્ભર બનીએ.
રાજ્ય અને જિલ્લા તંત્રના સતત સંપર્કમાં રહે પ્રધાનો
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા પ્રાપ્ત મળતી જાણકારી મુજબ પીએમ મોદીએ મંત્રીઓની આગેવાનીની પ્રશંસા કરી અને કહ્યું કે તેમના દ્વારા સતત ફીડબેક મળવાથી કોરોનાથી નિપટવા માટેની રણનીતિમાં મદદ મળી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે એ જરૂરી છે બધા મંત્રીઓ રાજ્યો અને જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં રહે.
ADVERTISEMENT
કાળા બજારની ફરિયાદ પર તરક કરે કાર્યવાહી
પીએમ મોદીએ કહ્યું એ પણ ધ્યાન રાખવામાં આવે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સેન્ટર પર ભીડ જમા ન થાય અને સારી રીતે તેનું મોનિટરીંગ કરવામાં આવે. આ સાથે લોકો દ્વારા ફરિયાદ મળવા પર તરત કાર્યવાહી કરવામાં આવશે.
અર્થવ્યવસ્થા માટે ઝડપભેર કામ કરવું પડશે
કોરોનાના કારણે અર્થવ્યવસ્થા (Economy) પર થનારા નુકસાન પર કહ્યું કે તેની અસરને ખત્મ કરવા સરકારે ઝડપભેર પગલા ઉઠાવવા પડશે. બધા મંત્રીઓએ બિઝનેસ કન્ટીન્યૂટિ પ્લાન તૈયાર કરવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.