pm modi to meet with chief ministers of all states of the country
મહામારી /
કોરોના વેક્સિનને લઈને PM મોદી સોમવારે કરવા જઇ રહ્યા છે આ કામ, જાણો શું
Team VTV06:10 PM, 08 Jan 21
| Updated: 06:21 PM, 08 Jan 21
કોરોના વેક્સિનને લઇને PM મોદી સોમવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવાના છે. આ બેઠક સોમવારે સાંજે 4 કલાકે યોજાશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં વેક્સિનેશનને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનો મહત્વનો નિર્ણય
દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કોરોના રસીનો પ્રથમ જથ્થો દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં પહોંચવાનો છે. જાન્યુઆરીના મધ્યભાગ પછી કોરોના રસીની રસીકરણ પણ શરૂ થઈ શકે છે.
3 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો નિ:શુલ્ક રસી અપાશે
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 3 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો નિ:શુલ્ક રસી અપાવશે. પરંતુ પહેલા તબક્કામાં રસી અપાવનારી બાકીના 27 કરોડ લોકોને રસી મફત મળશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. 50 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ અને ગંભીર રોગોથી પીડાતા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે, આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
દેશમાં કોરોનાના વેક્સીનેશનના કાર્યક્રમને શરૂ થતા પહેલાં આજે 8 જાન્યુઆરીએ મોટું રિહર્સલ છે. દેશના 736 જિલ્લામાં આજે ડ્રાય રન કરાશે. આ પહેલાં 28 અને 29 ડિસેમ્બરે 4 રાજ્યોમાં 2 દિવસને માટે ડ્રાય રન કરાયું હતું આ પછી 2 જાન્યુઆરીએ દરેક રાજ્યોમાં ડ્રાય રન શરૂ કરાયું અને હવે 33 રાજ્યો (હરિયાણા, હિમાચલ અને અરુણાચલને છોડીને) કેન્દ્રશાકિત પ્રદેશોમાં વેક્સીનનું ફરીથી ડ્રાય રન શરૂ થઈ રહ્યું છે.
આવતા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે વેક્સીનેશન
દેશમાં વેક્સીનેશનના કાર્યક્રમને આવતા અઠવાડિયાથી શરૂ કરી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી મંગળવારે કહેવાયું છે કે કોરોના વેક્સિનને શરૂ કરવાની મંજૂરી 10 જાન્યુઆરી બાદ મળી શકે છે. કોરોના વેક્સિનના ઈમરજન્સી યૂઝને લઈને DCGIએ 3 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. આ રીચે 13-14 જાન્યુઆરીથી દેશમાં વેક્સીનેશનને શરૂ કરી શકાય છે. ભારતમાં કોરોનાની 2 વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. આ સાથે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને આપાતકાલીન ઉપયોગની મંજૂરી મળી છે. કોરોનાની વેક્સિનને મંજૂરી મળ્યા બાદ દેશમાં વેક્સીનેશન કાર્યક્રમની રાહ જોવાઈ રહી છે.
બ્રિટનથી ભારત આવનારી ફ્લાઈટ્સની સંખ્યા 50 ટકા સુધી ઓછી કરાયી
ત્યારે સરકારે 2 અઠવાડિયા બાદ બ્રિટન આવનારી ફ્લાઈટો ફરી શરુ કરી દેવામાં આવી છે. બુધવારે 252 પ્રવાસીઓની સાથે પહેલી ફ્લાઈટ બ્રિટન માટે રવાના થઈ છે. આ ફ્લાઈટે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી છે. ત્યારે બુધવારે સાંજે મુંબઈથી પણ એક ફ્લાઈટ લંડન રવાના થઈ છે. બુધવારે ભારતથી રવાના થયેલી બે ફ્લાઈટોમાં ગુરુવારે લંડનથી હીથ્રો એરપોર્ટ પર લેન્ડ કરશે. બન્ને વિમાનોમાં કુલ પ્રવાસીઓની સંખ્યા 491 છે. આશા છે કે એર ઈન્ડિયાની બન્ને ફ્લાઈટ્સ શુક્રવારે દિલ્હી અને મુંબઈ સ્થિત પોતાની જગ્યાએ પાછી ફરશે. ગુરુવારે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી એ કહ્યું કે બ્રિટનથી ભારત આવનારી ફ્લાઈટ્સની સંખ્યા 50 ટકા સુધી ઓછી કરવામાં આવી છે.