pm modi to launch saryu canal national project today
BIG NEWS /
40 વર્ષથી અટક્યો હતો પ્રોજેક્ટ, હવે 4 વર્ષમાં જ કામ પૂરું, PM મોદી કરશે ઉદ્ઘાટન
Team VTV12:42 PM, 11 Dec 21
| Updated: 12:45 PM, 11 Dec 21
ઉત્તર પ્રદેશના બલરામપુરમાં આજે પીએમ નરેન્દ્ર મોદી રાજ્યની સૌથી મોટી નહેર પરિયોજનાનું ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છે.
જે પ્રોજેક્ટ 4 દશકાથી અટકેલો હતો તેને અમે 4 વર્ષમાં પુરો કરી દીધો- પીએમ મોદી
પૂર્વાંચલની 5 નદીઓને જોડીને તૈયારી કરવામાં આવ્યો છે સરયૂ નહેર પ્રોજેક્ટ
પ્રોજેક્ટના ઉદ્ધાટ બાદ પીએમ મોદી એક રેલીને સંબોધિત કરશે
પૂર્વાંચલની 5 નદીઓને જોડીને તૈયારી કરવામાં આવ્યો છે સરયૂ નહેર પ્રોજેક્ટ
પૂર્વાંચલની 5 નદીઓને જોડીને તૈયારી કરવામાં આવેલ સરયૂ નહેર પરિયોજના પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક હતો. પ્રોજેક્ટના ઉદ્ધાટનની પહેલા પીએમ મોદીએ એમ કહેતા આ પ્રોજેક્ટનું મહત્વ સમજાવ્યું કે જે પ્રોજેક્ટ 4 દશકાથી અટકેલો હતો. તેને અમે 4 વર્ષમાં પુરો કરી દીધો છે. આ પૂરો પ્રોજેક્ટ 9800 કરોડ રુપ્યામાં તૈયાર કરવામાં આવ્યો છે. જે યૂપીના 7 જિલ્લામાં ખેડૂતો માટે વરદાન સાબિત થઈ શકે છે. પ્રોજેક્ટના ઉદ્ધાટન માટે પીએમ મોદી બપોરે 1 વાગે બલરામ પુર પહોંચશે. પ્રોજેક્ટના ઉદ્ધાટ બાદ પીએમ મોદી એક રેલીને સંબોધિત કરશે.
I would be in Balrampur, Uttar Pradesh tomorrow, 11th December for a very special programme- inauguration of the Saryu Nahar National Project. This project will solve irrigation related problems in Eastern UP and help our hardworking farmers. https://t.co/FiEaGt1qDl
સરયૂ નહેર નેશનલ પ્રોજેક્ટના ઉદ્ધાટનની પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી ગત સરકારો પર નિશાન સાધ્યું હતુ. તેમણે લખ્યું કે તમને જાણીને આશ્ચર્ય થશે કે સરયૂ નહેર પ્રોજેક્ટ પર કામ 1978માં શરુ થયું હતું. પરંતુ 4 દશકો સુધી પરિયોજના પૂરી ન થઈ. ખર્ચ વધતો ગયો અને લોકોની હેરાનગતિ વધતી ગઈ. 4 દશકોમાં અધૂરા પ્રોજેક્ટને અમે 4 વર્ષમાં પુરો કર્યો છે.
યુપી માટે કેમ વરદાન છે સરયૂ નહેર પ્રોજેક્ટ?
જે પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન છે તે 9 હજાર 800 કરોડનો પ્રોજેક્ટ છે. જેમાં 4 વર્ષમાં 4 હજાર 600 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. જેમાંથી 14 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધશે અને 29 લાખ ખેડૂતોને ફાયદો મળશે. પ્રોજેક્ટમાં ઘાઘરા, સરયૂ, રાપ્તી, બાણગંગા અને રોહિન નદીઓને જોડવામાં આવી છે. જેમાંથી 318 કિમી લાંબી મુખ્ય નહેર અને 6 હજાર 600 કિમી લિંક નહેર બનાવાઈ છે. પીએમઓના મુજબ આ પ્રોજેક્ટ 1978માં શરુ કરવામાં આવ્યો હતો અને 2015 સુધી આ અધૂરો રહ્યો. 2016માં આ પ્રોજેક્ટને પીએમ મોદીએ કૃષિ સિંચાઈ યોજનામાં નાંખ્યો અને તેનું કામ ઝડપથી થયું.