બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Modi to launch Jan Andolan campaign for COVID appropriate behaviour tomorrow
Shalin
Last Updated: 10:23 PM, 7 October 2020
PM આ કેમ્પેઈન એક ટ્વીટના માધ્યમથી કરવા જઈ રહ્યા છે. આ માહિતી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ તરફથી મળી છે.
ADVERTISEMENT
ઓછા ખર્ચમાં વધુ અસરો ઉભી કરી શકે તેવો ઉદ્દેશ્ય રાખે છે
આ કેમ્પેઈન લોકો સૌથી વધુ સંખ્યામાં ભાગ લે અને આ એક જનઆંદોલન બને એ ધ્યેય સાથે શરુ કરવામાં આવ્યું છે. આ એક ઓછા ખર્ચમાં વધુ અસરો ઉભી કરી શકે તેવો ઉદ્દેશ્ય રાખે છે અને તેનો કેન્દ્રીય સંદેશ એ છે કે લોકો માસ્ક પહેરે, ફિઝિકલ ડિસ્ટન્સ જાળવે અને હાથની સ્વચ્છતા જાળવે.
ADVERTISEMENT
કોવિડ 19 પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે
આ માટે એક કોવિડ 19 પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. આ માટેનો એક એક્શન પ્લાન બનાવાશે જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર દ્વારા અમલ કરાવવામાં આવશે.
આ પ્રવૃત્તિઓ હશે આંદોલનનો હિસ્સો
આ કેમ્પેઈનમાં જ્યાં વધુ સંખ્યામાં કેસ છે તેવા જિલ્લાઓમાં ટાર્ગેટેડ કોમ્યુનિકેશન, દરેક નાગરિકને સમજાય તેવી આસન ભાષામાં સંદેશ, તમામ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગથી દેશમાં જાગૃતિ ફેલાવવી, જાહેર સ્થળોએ બેનર અને પોસ્ટર લગાવવા, લોકોને ફ્રન્ટ લાઈન વર્કર વિષે અને સરકારની યોજનાઓથી માહિતગાર કરવા વગેરે જેવા ઉદ્દેશોનો સમાવેશ થાય છે.
આ કેમ્પેઈનમાં હોર્ડિંગ, દીવાલ ઉપર ચિત્રણ, સરકારી સ્થળોમાં ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ, સ્થાનિક અને રાષ્ટ્રીય સેલિબ્રિટીઝ દ્વારા જાગૃતિકરણ અને ઓડિયો મેસેજ અને પેમ્પલેટ દ્વારા અવેરનેસ ફેલાવવાની યોજના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.