દેશભરમાં કોરોના વાયરસ મહામારીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે તૌકતે વાવાઝોડાનો પણ ખતરો વધી ગયો છે ત્યારે PM મોદીએ આ મુદ્દે આજે હાઇલવેલ બેઠક બોલાવી છે.
દેશભરમાં કોરોના વાયરસ સાથે હવે ચક્રવાતનો પણ વધતો ખતરો
પીએમ મોદીએ બે અલગ અલગ હાઇલેવલ બેઠક બોલાવી
ગુજરાતમાં વાવાઝોડા માટે તંત્ર બન્યું સાબદું
વાવાઝોડા મુદ્દે પીએમ મોદી એક્શનમાં
તૌકતે વાવાઝોડું તેજીથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડાના કારણે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તંત્ર પણ કામે લાગી ગયું છે ત્યારે સમગ્ર પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે પીએમ મોદીએ હાઇલેવલ બેઠક બોલાવી છે. આ હાઇલેવલ બેઠકમાં વાવાઝોડા સામેની તૈયારીને લઈને પીએમ મોદીને સમગ્ર જાણકારી આપવામાં આવશે. આ બેઠકમાં NDMAના ટોપ અધિકારીઓ તથા સરકારના અધિકારીઓ સામેલ થશે.
બીજી તરફ કોરોના વાયરસની બીજી લહેરથી દેશ પસાર થઈ રહ્યો છે અને વાયરસના આ સંકટમાં સૌથી વધારે જરૂરી છે ભારતમાં વધુમાં વધુ લોકોને રસાઈ આપવામાં આવે. જોકે ઘણા રાજ્યોમાં વેક્સિન ખૂટી પડતી હોવાનું ફરિયાદો પણ સામે આવી રહી છે ત્યારે દેશમાં કોરોના રસીકરણ મુદ્દે પણ આજે પીએમ મોદી બેઠક કરી રહ્યા છે જેમાં કેન્દ્ર સરકારના ટોપના અધિકારીઓ સામેલ થઈ રહ્યા છે.
PM Narendra Modi to hold an important meeting today to review preparations against the upcoming Cyclone Tauktae. Top officers across the Government and NDMA to participate. pic.twitter.com/KaH3hj3LEy
ભારતમાં એક દિવસમાં 3,26,098 કેસ સામે આવ્યા છે જ્યારે રાહતની વાત કહી શકાય કે 3,53,299 દર્દીઓ સાજા થઈ ગયા છે. દેશમાં છેલ્લા એક દિવસમાં 3,890 દર્દીઓના થયા મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.
વાવાઝોડા સામે શું છે ગુજરાતની તૈયારી?
ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ એક આફત આવી પડે છે. કોરોના બાદ હવે રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે જેને લઇ રાજ્યના અનેક જિલ્લામાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌ પ્રથમ વાત કરીએ તો તૌકતે વાવાઝોડાની દહેશતને પગલે પોરબંદરના બંદર પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપા દેવામાં આવી છે તો અમરેલીના જાફરાબાદ લાઈટહાઉસ વિસ્તારમાં 1-નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદની મોટા ભાગની બોટો મધ દરિયે હોવાથી તમામ બોટને પરત ફરવા સૂચના અપાઇ છે. તમામ બોટોને કિનારે લાવવાનો તંત્રએ આદેશ કર્યો છે. આ તરફ દેવભુમિ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ અલર્ટ બન્યું છે. સંભવિત વાવાઝોડાના પગલે કલેકટરે અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી ચર્ચા કરી હતી. જેમાં દરિયાકાંઠાના ગામોનો સર્વે કરાયો હતો, સંભવિત વાવાઝોડાને પગલે પાણી, ફૂડપેકેટ અને અન્ય વ્યવસ્થાનું આયોજન કરી દેવા તમામ અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી દીધી છે.