મોદી સરકાર 2.0માં મંત્રિમંડળ વિસ્તારની અટકળો તેડ થઈ રહી છે. આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળશે.
PM મોદીએ બોલાવી મંત્રી મંડળની બેઠક
કોરોનાની સ્થિતિ પર ચર્ચા અને મંત્રિમંડળ વિસ્તાર પર મંથન કરવામાં આવશે
કેબિનેટ વિસ્તાર અને ફેરફારની અટકળો તેજ
કોરોના સંકટ વખતે પ્રધાનમંત્રી મોદીની ભાજપ નેતાઓ સાથે મુલાકાતે કેબિનેટ વિસ્તાર અને ફેરફારની અટકળોને તેજ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી પ્રધાનમંત્રીના આવાસ પર મોદીની મંત્રીઓ સાથે ત્રણ આવી સમીક્ષા બેઠકો થઈ ચુકી છે. હવે આજે ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક થવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા અને મંત્રિમંડળ વિસ્તાર પર મંથન કરવામાં આવશે. મોદી મંત્રિમંડળમાં હાલ 60 મંત્રી છે.
મંત્રિમંડળ વિસ્તારની અટકળો વધી
પાછલા થોડા દિવસોથી પોતાના સરકારી આવાસ પર પીએમ મોદી અલગ અલગ સમુહના કેન્દ્રીય મંત્રિપરિષદના સહયોગીઓની સાથે બેઠક કરી રહ્યા છે. સાથે જ મંત્રીઓના કામકાજનો રિપોર્ટ પણ જોઈ રહ્યા છે. આ ઉપરાંત તે ભાજપા અને ભાજપા સહયોગી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નીતિશ કુમાર સાથે હાલમાં જ તેમની મુલાકાતથી મંત્રિમંડળ વિસ્તારની અટકળો વધી ગઈ છે. હકીકતે બેઠક સામાન્ય રીતે કેબિનેટ ફેરફાર અથવા વિસ્તાર પહેલા કરવામાં આવે છે. નીતીશ કુમારના દિલ્હી પ્રવાસ બાદ રાજકીય હલચલ વધુ તેજ બની છે મોદી કેબિનેટમાં આ વખતે જીદયુને પણ જગ્યા મળશે.
મોનસુન સત્ર પહેલા કેબિનેટ વિસ્તાર સંભવ
હકીકતે સંસદનું મોનસુન સત્ર જુલાઈના બીજા અઠવાડિયાથી શરૂ થવાની આશા છે. આ પહેલા મંત્રિમંડળમાં નવા ફેસને શામેલ કરવાની અટકળો લગાવવામાં આવી રહી છે. મોનસુન સત્ર પહેલા મંત્રિમંડળ વિસ્તારની ચર્ચા ખૂબ થઈ રહી છે. મોદી સરકારમાં હાલ 60 મંત્રી છે અને તેમની સંખ્યા 79 સુધી જઈ શકે છે. એવામાં પીએમ મોદીના મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાતો અને ચર્ચાની આ કવાયતની વચ્ચે કેબિનેટ વિસ્તારની હલચલ તેજ થઈ ગઈ છે. આ વિશે સરકાર અથવા ભાજપની તરફથી કોઈ ઓફિશ્યલ નિવેદન નથી આપવામાં આવ્યું.