બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM Modi To Celebrate Holi In gujarat with Australian PM

અમદાવાદ / ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આજે ગુજરાતમાં હોળી ખેલશે, PM મોદી પણ આજથી 2 દિવસ માદરે વતન

Dhruv

Last Updated: 08:00 AM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

9મી માર્ચે INDvsAUS ટેસ્ટ મેચને નિહાળવા આજથી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને PM મોદી ગુજરાતની મુલાકાતે.

  • આજથી PM મોદી પણ 2 દિવસ ગુજરાતની મુલાકાતે
  • ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આજે ગુજરાતમાં હોળી ખેલશે
  • INDvsAUS મેચને લઇ અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ

9મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચને લઈને અમદાવાદ શહેરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચને લઈને સ્ટેડિયમ બહાર બંને દેશના ટીશર્ટનું વેચાણ પણ થઈ રહ્યું છે. આ સાથે વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ટીશર્ટનું પણ વેચાણ વધારે થઈ રહ્યું છે.

અમદાવાદ પોલીસે ખાસ બંદોબસ્તની તૈયારી કરી લીધી
તો બીજી તરફ PM મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન 9 માર્ચે મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળશે. જેને લઇને અમદાવાદ પોલીસે ખાસ બંદોબસ્તની તૈયારી કરી લીધી છે. PM મોદી આજથી 2 દિવસ સુધી ગુજરાતની મુલાકાતે છે. આજે રાતે 9 વાગ્યે PM મોદી અમદાવાદ આવશે. PM મોદી રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. ત્યાર બાદ આવતીકાલે સવારે 8 વાગ્યે રાજભવનથી જવા રવાના થશે. આવતીકાલે સવારે 8:30એ PM મોદી નમો સ્ટેડિયમ પહોંચશે. જ્યાં PM મોદી બોર્ડ ગાવસ્કર ટેસ્ટ મેચની શરૂઆત કરાવશે. અહીં તેઓ ઓસ્ટ્રેલિયાના PM સાથે ટેસ્ટ મેચ નિહાળશે. સવારે 10 વાગ્યે નમો સ્ટેડિયમથી મોદી રાજભવન જવા રવાના થશે. રાજભવન ખાતે ગુરૂવારે સવારે 10.30થી 2.30 વાગ્યાનો સમય રિઝર્વ રહેશે. ત્યાર બાદ આવતીકાલે સાંજના 5 વાગ્યે PM મોદી દિલ્હી જવા રવાના થશે.

ઓસ્ટ્રેલિયાના PM રાજભવનમાં ધૂળેટી રમશે
તમને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાના PM એન્થોની એલ્બેનીઝ પણ આજે અમદાવાદની મુલાકાતે આવશે. આજે સાંજે 4 વાગ્યે તેઓ અમદાવાદ પહોંચશે. ઓસ્ટ્રેલિયાના PM સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત બાદ રાજભવનમાં ધૂળેટી રમશે. ત્યાર બાદ આવતીકાલે PM મોદી સાથે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ નિહાળશે.

સંકળાયેલા મુદ્દાઓ

pm modi gujarat visit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ