બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:33 PM, 15 November 2022
ADVERTISEMENT
ઇન્ડોનેશિયા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 સમીટમાં જોડાવા માટે ઇન્ડોનેશિયાનાં બાલીમાં છે. અહીં ભારતીય લોકોને સંબોધિત કરતાં તેમણે સરકારનાં દેશ માટેનાં કામોની વાત કરી જેમાં તેમણે ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ઇન્ડોનેશિયા અને ભારતનાં સાંસ્કૃતિક સંબંધની વાત કરી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે 45 કલાકની યાત્રા પર ગયેલ પીએમએ બાલીથી જ પોતાનાં ગૃહરાજ્ય એટલે કે ગુજરતની વાત કરી જેમાં પતંગોત્સવથી લઇને દ્વારકાધીશ સુધીની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતનાં પતંગોત્સવની કરી વાત
પીએમ મોદીએ ગુજરાતનાં સંક્રાંતિનાં પર્વ પર થતાં પતંગોત્સવનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જ્યારે હું છેલ્લે જકાર્તામાં હતો તો ઇન્ડોનેશિયાનાં લોકોનાં સ્નેહને અનુભવ્યો હતો. રાષ્ટ્રપતિ જોકો વિડોડોજીની સાથે પતંગ ઊડાવવામાં જે મજા આવી હતી તે અદ્ભૂત હતું. મારી તો ગુજરાતમાં સંક્રાંત પર પતંગ ઊડાડવાની મોટી ટ્રેનિંગ રહી છે.
ADVERTISEMENT
મહાભારતથી લઇને રામાયણનો કર્યો ઉલ્લેખ
તેમણે કહ્યું કે બાલીમાં જન જન મહાભારતની ગાથાઓની સાથે મોટો થાય છે અને હું તો દ્વારકાધીશ ભગવાન કૃષ્ણની ધરતી ગુજરાત સાથે જ મોટો થયો છું, મારૂં જીવન ત્યાં જ વિત્યું છે. બાલીના લોકોની જેવી આસ્થા મહાભારત માટે છે, ભારતમાં લોકોની તેવી જ આત્મીયતા બાલીના લોકો માટે છે. તમે અહીં વિષ્ણુ ભગવાનની આરાધના કરો છો અને અમે ભારતમાં ભગવાન રામની જન્મભૂમી પર ભવ્ય રામ મંદિરનાં પાયા નાખીએ છીએ તો ઇન્ડોનેશિયાની રામાયણ પરંપરાને પણ ગર્વથી યાદ કરીએ છીએ.
યોગ- આયુર્વેદની સાથે ગુજરાતની કરી ચર્ચા
યોગ અને આયુર્વેદની વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે "ભારતનો યોગ અને આયુર્વેદ સમગ્ર માનવતાની ભેટ છે. જ્યારે આયુર્વેદની વાત આવી છે ત્યારે મને ભારત અને ઇન્ડોનેશિયાનાં વધુ એક જોડાણ ધ્યાને આવે છે. જ્યારે હું ગુજરાતનો પ્રધાનમંત્રી હતો તો ગુજરાત આયુર્વેદિક યૂનિવર્સિટી અને અહીંનાં હિન્દૂ ઇન્ડોનેશિયા યૂનિવર્સિટીની વચ્ચે સમાધાન થયું હતું. મને આનંદ છે કે તેના કેટલાક વર્ષો પછી અહીંની યૂનિવર્સિટીમાં આયુર્વેદ હોસ્પિટલની સ્થાપના થઇ"
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.