pm modi still furious with pragya thakur ignore her in central hall article
ચૂંટણી /
જ્યારે શુભેચ્છા પાઠવવા આવ્યા પ્રજ્ઞા ઠાકુર, મોદીએ આવી રીતે ફેરવી લીધું મોઢું!
Team VTV01:05 PM, 26 May 19
| Updated: 02:12 PM, 26 May 19
લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંઘીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને લઇને મોટું નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભલે આ મામલે સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી લીધી હોય, પરંતુ મારા મનથી એમને ક્યારેય માફ નહીં કરી શકું.'
નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે પોતાનો બીજો કાર્યકાળની શરૂઆત કરવા જઇ રહ્યા છે, પરંતુ લાગે છે કે ભોપાલથી સાસંદ તરીકે પસંદ થયેલા સાધ્વી પ્રજ્ઞાથી મોદી હજુ પણ નારાજ છે. શનિવાપે સાંસદ ભવન સેન્ટ્રલ હોલમાં આયોજિત એનડીએની બેઠકમાં મોદીને ગઠબંધનના નેતા પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ તમામ સાસંદ મોદીને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. એ બધા સાથે હસીને મળ્યા, પરંતુ જેવી સાધ્વી પ્રજ્ઞા એમને શુભેચ્છા પાઠવવા આગળ વધ્યા, મોદીએ મોઢું ફેરવી લીધું, અને આગળ વધવાનો ઇશારો કર્યો.
વાસ્તવમાં લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને લઇને મોટું નિવેદન આપ્યું હતું. સાધ્વીએ ગોડસેને રાષ્ટ્રભક્ચ કહ્યા હતા. સાધ્વી પ્રજ્ઞાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે નાથૂરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. આ કારણથી ભાજપને ચારેબાજુ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'મહાત્મા ગાંધી અને નાથૂરામ ગોડસેને લઇને જે પણ વાતો કરવામાં આવી છે, એ ભયંકર ખરાબ છે. આ વાતો પૂરી રીતે ટીકાના લાયક છે, સભ્ય સમાજની અંદર આ પ્રકારની વાતો ચાલે નહીં. પીએમ મોદીએ કહ્યું કે ભલે આ મામલે સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી લીધી હોય, પરંતુ હું મારા મનથી એમને ક્યારે માફ કરી શકીશ નહીં.'
નોંધનીય છે કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માલેગાવ બ્લાસ્ટની આરોપી રહી ચુકી છે. ગોડસેના નિવેદનને લઇને ચારે બાજુથી ઘેરાયા બાદ સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી લીઘી હતી, પરંતુ ત્યાં સુધી વિવાદ વધી ગયો હતો.