બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'મારે કોઇને કંઈ જ કહેવાની જરૂર નથી, સારું થશે કે એ લોકો....', કેજરીવાલના આરોપ પર શું બોલ્યા PM મોદી

લોકસભા ચૂંટણી 2024 / 'મારે કોઇને કંઈ જ કહેવાની જરૂર નથી, સારું થશે કે એ લોકો....', કેજરીવાલના આરોપ પર શું બોલ્યા PM મોદી

Last Updated: 11:08 AM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીએ તેમના તાજેતરના ઇન્ટરવ્યુમાં, મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના જામીનથી લઈને મમતા બેનર્જીની ન્યાયતંત્ર પરની ટિપ્પણી, મુખ્યમંત્રી નવીન પટનાયક સાથેના તેમના સંબંધો, કાશ્મીરમાં ઊંચું મતદાન અને બીજા ઘણા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

તાજેતરના ઇન્ટરવ્યુમાં, પીએમ મોદીએ દિલ્હીના સીએમ કેજરીવાલને જામીન મળવા પર અને ધર્મના આધારે અનામતના મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને કહ્યું કે કોંગ્રેસ બંધારણની મૂળ ભાવના સાથે રમત કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યાં સુધી મોદીનો સવાલ છે તો હું છેલ્લા 24 વર્ષથી ગાળો ખાઈ-ખાઈને ગાળ પ્રૂફ બની ગયો છું. મોતનો સૌદાગર અને ગંદી નાલી કા કીડા કોને કહ્યું હતું? સંસદમાં અમારા એક સાથીએ હિસાબ કર્યો હતો, 101 ગાળો બનાવી હતી, તો ભલે ચૂંટણી હોય કે ન હોય, આ લોકો (વિપક્ષ) માને છે કે ગાળો આપવાનો હક એમનો જ છે અને તેઓ એટલા હતાશ-નિરાશ થઈ ગયા છે કે ગાળો આપવાની, અપશબ્દો બોલવાનો તેમનો સ્વભાવ બની ગયો છે."

પીએમ મોદીએ તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ એસસી, એસટી અને ઓબીસી કેટેગરીને એલર્ટ કરવા માંગે છે કારણ કે તેમને અંધારામાં રાખીને તેમની અનામત લૂંટવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે 'ચૂંટણી એવો સમય છે જ્યારે મારે દેશવાસીઓને આ સૌથી મોટા ખતરાની ચેતવણી આપવી જોઈએ. હું લોકોને સમજાવું છું કે આ ભારતના બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન છે અને આ વોટ બેંકની રાજનીતિ માટે કરવામાં આવી રહ્યું છે.'

ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "25 વર્ષથી ઓડિશામાં પ્રગતિ નથી થઈ રહી. સૌથી મોટી ચિંતા એ વાતની છે કે કેટલાક એવા લોકોનું ટોળું છે જેને આખા ઓડિશાની વ્યવસ્થા પર કબજો કરી લીધો છે... ઓડિશા જો એ બંધનોમાંથી બહાર આવશે તો ઓડિશા ખીલશે." તેમણે આગળ જણાવ્યું કે "ઓડિશા પાસે એટલા પ્રાકૃતિક સંસાધન છે, આટલા સમૃદ્ધ રાજ્યમાં ગરીબ લોકોને જોઇને દુઃખ થાય છે. ઓડિશા ભરના સમૃદ્ધ રાજ્યોમાંથી એક છે. ઘણી પ્રાકૃતિક સંપત્તિ છે અને ઓડિશા પણ ભારતનાં ગરીબ લોકોના રાજ્યોમાંથી એક છે, એટલે ઓડિશાના લોકોને તેમનો અધિકાર મળવો જોઈએ જેના માટે સરકાર જવાબદાર છે... ઓડિશાનું ભાગ્ય બદલાવાનું છે, સરકાર બદલાઈ રહી છે. મેં કહ્યું છે કે વર્તમાન ઓડિશા સરકારની એક્સપાયરી ડેટ 4 જૂન છે..."

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારતના તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે અમારા સારા સંબંધો છે. લોકશાહીમાં અમારી દુશ્મની નથી. હવે સવાલ એ છે કે મારે મારા સંબંધો સંભાળવા જોઈએ કે પછી ઓડિશાના ભાવિની ચિંતા કરવી જોઈએ. મેં ઓડિશાના ઉજ્જવળ ભવિષ્ય માટે મારી જાતને બલિદાન આપવાનો માર્ગ પસંદ કર્યો છે, જો તેના માટે મારે મારા સંબંધોનું બલિદાન આપવું પડશે તો હું તૈયાર છું..."

મુસ્લિમો માટે OBC ક્વોટા પર કલકત્તા હાઈકોર્ટના આદેશ અને ત્યારપછીના હાઈકોર્ટના આદેશ પર મમતા બેનર્જીની પ્રતિક્રિયા પર વાત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "જ્યારે (કલકત્તા) હાઈકોર્ટનો નિર્ણય આવ્યો, ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે આટલી મોટી છેતરપિંડી થઈ રહી હતી. પરંતુ વધુ કમનસીબી એ છે કે વોટબેંકની રાજનીતિ માટે હવે તેઓ ન્યાયતંત્રનો પણ દુરુપયોગ કરી રહ્યા છે... આ સ્થિતિ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોઈ શકે."

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "TMC બંગાળની ચૂંટણીમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અમે 3 હતા અને બંગાળના લોકોએ અમને 80 પર પહોંચાડી દીધા. છેલ્લી ચૂંટણીઓમાં અમને ભરે બહુમતી મળતી હતી. આ વખતે આખા હિન્દુસ્તાનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કોઈ રાજ્ય હશે તો એ પશ્ચિમ બંગાળ હોવાનું છે. ભાજપને સૌથી વધુ સફળતા પશ્ચિમ બંગાળમાં મળી રહી છે. ત્યાંની ચૂંટણીઓ એકતરફી છે. જનતા તેની આગેવાની કરી રહી છે. TMC ના લોકો બઘવાઈ ગયા છે, સતત હત્યાઓ થઈ રહી છે. ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી પહેલા જેલમાં પૂરી દેવામાં આવી રહ્યા છે."

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "મારે મારા SC, ST, OBC અને અત્યંત પછાત ભાઈ-બહેનોને ચેતવણી આપવી છે, કારણ કે તેમને અંધારામાં રાખીને આ લોકો લૂંટ ચલાવી રહ્યા છે. ચૂંટણી એ એવો સમય છે જ્યારે સૌથી મોટું સંકટ આવી રહ્યું છે ત્યારે આ વિશે દેશવાસીઓને મારે જાગૃત કરવા જોઈએ, તેથી હું લોકોને સમજાવવાનો આગ્રહ કરી રહ્યો છું. બે વસ્તુઓ થઈ રહી છે - એક, ભારતના બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તે પણ વોટબેંકના રાજકારણ માટે. મને યાદ છે કે મેં ક્યારેય કોંગ્રેસના નેતાઓને ગૃહમાં સાંભળ્યા તો તેઓ કહેતા હતા કે જો તમે PSUનું ખાનગીકરણ કરી રહ્યા છો, તો તમે અનામતને ખતમ કરવા માંગો છો. આ સત્ય નથી. જેઓ પોતાને દલિતોના શુભચિંતક, આદિવાસીઓના શુભચિંતક કહે છે તેઓ વાસ્તવમાં તેમના ઘોર દુશ્મન છે. રાતોરાત તેઓએ શૈક્ષણિક સંસ્થાઓને લઘુમતી સંસ્થાઓમાં રૂપાંતરિત કરી અને તેમાં અનામત ખતમ કરી દીધું... દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં તમામ આરક્ષણો સમાપ્ત થઈ ગયા. બાદમાં બહાર આવ્યું કે લગભગ 10 હજાર એવી સંસ્થાઓ છે જ્યાંથી SC, ST, OBCનો અનામતનો અધિકાર પાછલા બારણેથી છીનવી લેવામાં આવ્યો છે.

વિપક્ષના એ આરોપ પર કે પીએમ મોદી અનામત ખતમ કરી દેશે, પીએમ મોદીએ કહ્યું કે, "તેમણે આ પાપ કર્યું છે. હું તેમની વિરુદ્ધ બોલી રહ્યો છું અને તેથી જ તેમણે જુઠું બોલવા માટે આવી વાતોનો સહારો લેવો પડી રહ્યો છે." દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આરોપ પર કે પીએમ મોદીએ તેમને જેલમાં મોકલ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સારું રહેશે કે આ લોકો બંધારણ વાંચો કે, દેશના કાયદા વાંચી લે, મારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી."

કાશ્મીરમાં રેકોર્ડ વોટિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "કાશ્મીરમાં બદલાયેલી પરિસ્થિતિના સંદર્ભમાં, હું સૌથી પહેલા દેશની ન્યાયતંત્રને પ્રાર્થના કરવા માંગુ છું. સરકાર પાસે કામ કરવાની રણનીતિ હોય છે. તેના માટે, ક્યારેક હું ઇન્ટરનેટ બંધ કરવું પડ્યું, કેટલીક એનજીઓ કોર્ટમાં ગઈ અને તે કોર્ટમાં મુદ્દો બન્યો. મેં થોડા સમય માટે ઇન્ટરનેટ બંધ કર્યું હતું તેમ છતાં આજે ત્યાંના બાળકો ખૂબ જ ગર્વ સાથે કહે છે કે 5 વર્ષથી ઇન્ટરનેટ બંધ થયું નથી. અમને છેલ્લા 5 વર્ષથી તમામ સુવિધાઓ મળી રહી છે. તે થોડા દિવસો માટે દુઃખદાયક હતું પરંતુ તે એક સારા કારણ માટે હતું. જે એનજીઓએ કોર્ટના આધારે લડવાનું શરૂ કર્યું છે તેમનાથી દેશને બચાવવો ખૂબ જ જરૂરી છે."

વધુ વાંચો: UPની આ 13 સીટો, તો બિહારમાં સ્ટ્રાઇકરેટ બનાવી રાખવો અત્યંત જરૂરી, જ્યારે પંજાબમાં ભાજપની અગ્નિપરીક્ષા! જાણો ગણિત

કલમ 370 હટાવવાના નિર્ણય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આર્ટિકલ 370 માત્ર 4-5 પરિવારોનો એજન્ડા હતો, તે ન તો કાશ્મીરના લોકોનો એજન્ડા હતો અને ન તો દેશના લોકોનો એજન્ડા હતો. પોતાના ફાયદા માટે તેઓએ 370ની એવી દિવાલ બનાવી અને કહેતા હતા કે 370 હટાવશો તો આગ લાગી જશે... આજે એ વાત સાચી પડી છે કે 370 હટાવ્યા બાદ લોકોમાં એકતાની લાગણી વધી રહી છે. કાશ્મીરનાં લોકોમાં પોતીકાપણાની ભાવના વધી રહી છે અને તેથી તેનો સીધો સંબંધ ચૂંટણી અને પર્યટનમાં પણ જોવા મળી રહ્યો છે..."

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi CM Arvind Kejriwal Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ