બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / નવીન પટનાયકની એકાએક તબિયત બગડતા PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું 'કોઇ ષડયંત્ર છે કે શું?'
Last Updated: 03:34 PM, 29 May 2024
Lok Sabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ઓડિશાના મયુરભંજ પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદીએ ઓડિશાના સીએમ નવીન પટનાયકને લઈને મોટો દાવો કર્યો હતો. PM મોદીએ કહ્યું, જે લોકો લાંબા સમયથી નવીન બાબુની નજીક હતા તેઓ માને છે કે તેમની બગડતી તબિયત પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે.
ADVERTISEMENT
PM મોદીએ કહ્યું, આજકાલ નવીન બાબુના તમામ શુભેચ્છકો ખૂબ જ ચિંતિત છે. તેઓ એ જોઈને પરેશાન છે કે છેલ્લા એક વર્ષમાં નવીન બાબુની તબિયત કેવી રીતે બગડી ગઈ છે. વર્ષોથી જ્યારે પણ નવીન બાબુના નજીકના લોકો મને મળે છે, તેઓ ચોક્કસપણે નવીન બાબુના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરે છે. તેઓ કહે છે કે નવીન બાબુ હવે પોતાની મેળે કંઈ કરી શકવા સક્ષમ નથી. લાંબા સમયથી નવીન બાબુની નજીક રહેલા લોકોનું માનવું છે કે તેમની બગડતી તબિયત પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે.
Every well wisher of Naveen Babu is worried at the sudden deterioration of his health in the last year. Is there any lobby behind this?
— Narendra Modi (@narendramodi) May 29, 2024
After our Government is formed in Odisha, a special committee will be formed to investigate this issue and bring out the complete truth. pic.twitter.com/dZFPKCizL5
ADVERTISEMENT
ષડયંત્રની તપાસ થવી જોઈએ : PM મોદી
PM મોદીએ કહ્યું, સવાલ એ છે કે, નવીન બાબુની ખરાબ તબિયત પાછળ કોઈ ષડયંત્ર છે? આ જાણવાનો ઓડિશાના લોકોનો અધિકાર છે. નવીન બાબુના નામે પડદા પાછળ ઓડિશામાં સત્તા ભોગવતી લોબીની કોઈ સંડોવણી છે? આ રહસ્ય પરથી પડદો ઉઠાવવો જરૂરી છે. તેથી 10 જૂન પછી ઓડિશામાં ભાજપની સરકાર બન્યા પછી અમારી સરકાર એક વિશેષ સમિતિની રચના કરશે અને નવીન બાબુની તબિયત અચાનક કેમ બગડી રહી છે તેની તપાસ કરશે.
વધુ વાંચો : સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્ના 31 મેએ ભારત આવશે, SIT સમક્ષ થશે હાજર
PM મોદીએ કહ્યું, એ નિશ્ચિત છે કે, દેશમાં ત્રીજી વખત મજબૂત મોદી સરકાર બનશે. દેશમાં 5 દાયકા બાદ સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. જે વિકાસ લોકોએ દાયકાઓમાં જોયો ન હતો તે છેલ્લા 10 વર્ષમાં જોવા મળ્યો છે. મહિલાઓ ધુમાડાથી મુક્ત બની છે. ઓડિશાએ પણ BJDના 25 વર્ષના શાસનને પૂર્ણવિરામ આપવાનો નિર્ણય લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT