બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:05 PM, 10 June 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા. વડા પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 16 કલાક પછી તેમણે આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે.
ADVERTISEMENT
#WATCH | PM Narendra Modi today took charge as the Prime Minister, in New Delhi.
— ANI (@ANI) June 10, 2024
After being sworn in as Prime Minister for the 3rd time, PM Narendra Modi signed his first file authorising the release of 17th instalment of PM Kisan Nidhi. This will benefit 9.3 crore farmers and… pic.twitter.com/G4ownB0NFh
આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે. PM મોદીએ PM કિસાન નિધિ સન્માન યોજનાના 17મા હપ્તાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત લગભગ 20 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. તેથી, તે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ.
ADVERTISEMENT
After signing the file, PM Modi said “Ours is a Government fully committed to Kisan Kalyan. It is therefore fitting that the first file signed on taking charge is related to farmer welfare. We want to keep working even more for the farmers and the agriculture sector in the times… https://t.co/JHdSPkmcvL
— ANI (@ANI) June 10, 2024
મોદી કેબિનેટ એક્શન મોડમાં
મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે. પ્રથમ મોટા નિર્ણયમાં, મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બે કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, અન્ય એક મોટા નિર્ણય હેઠળ, આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ 50 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.
વધુ વાંચો : હજુ તો ગઇ કાલે જ શપથ લીધી, હવે મંત્રીપદ છોડવા તૈયાર થઇ ગયા ભાજપના આ સાંસદ, જાણો કારણ
નોંધનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા છે. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ 3.0માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મોદી સરકાર 2.0માં પણ મંત્રી હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.