બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Pm Modi Shares 5 Animated Yoga Videos to Stay Fit and Young in Daily Life

યોગ / PM મોદીએ બતાવેલા સરળ આસનોથી મળશે ફિટનેસ, જાણી લો આસનના ફાયદા

Bhushita

Last Updated: 12:47 PM, 17 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની બિઝી લાઈફસ્ટાઈલમાં દરેક વ્યક્તિને ફીટ અને હેલ્ધી રહેવું પસંદ છે. આ સમયે ખાસ કરીને મહિલાઓ પર તેમના પરિવારની હેલ્થ સાચવવાની જવાબદારી રહે છે. મહિલાઓ ઘરમાં સભ્યોની હેલ્થનું તો ધ્યાન રાખે જ છે અને સાથે તે પોતાની હેલ્થનું ધ્યાન રાખી શકતી નથી. પીએમ મોદીએ 5 વીડિયો શેર કર્યા છો જેની મદદથી મહિલાઓનું વજન ઘટાડવામાં તેમને મદદ મળશે અને તેઓ ફિટ પણ રહી શકશે.

મોટાભાગે મહિલાઓ પર પરિવારની હેલ્થની જવાબદારી હોય છે અને સાથે જ તે ઘરના સભ્યોનું ધ્યાન રાખે છે. આ સમયે મહિલાઓ જો પીએમ મોદીના આસનોના વીડિયોને ફોલો કરી લેશે તો તેમનું વજન પણ ઘટશે અને તેઓ ફિટ રહેશે. જાણો કયા છે આ 5 આસનો અને પીએમ મોદી તે વિશે શું કહે છે.

તાડાસન
આ આસન કરવાથી મહિલાઓના શરીરમાં ખેંચાણ અનુભવાય છે. તેનાથી શરીરનું પોશ્ચર સુધરે છે અને સાથે ઘૂંટણ અને એડીઓ પણ મજબૂત બને છે. જે લોકોને વધારે ચક્કર આવતા હોય કે નસોમાં સોજાની સમસ્યા રહેતી હોય તે લોકો માટે આ ઉપયોગી આસન છે. 

વક્રાસન
વક્રાસન કરનારી વ્યક્તિનું લીવર, કિડની અને પેનક્રિયાઝ સ્વસ્થ રહે છે. આ નિયમિત રૂપે કરવાથી સ્પાઈન મજબૂત બને છે અને સાથે જ હર્ણિયાના રોગમાં પણ ફાયદો થાય છે. 

ભદ્રાસન
આ આસન શરીરને દ્રઢ બનાવે છે અને મસ્તિષ્કને સ્થિર કરે છે. તેને નિયમિત કરવાથી મનની એકાગ્રતા અને યાદદાશ્ત વધે છે. તેનાથી ફેફસામાં મજબૂતાઈ આવે છે અને સાથે પોતાના શ્વાસ પર કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. 

ત્રિકોણાસન
આ આસન કમરની માંસપેશીઓને મજબૂત કરે છે. ખભા, છાતી અને કમરના હાડકાંને મજબૂત બનાવે છે. ગળા કે પીઠમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તેવી વ્યક્તિઓએ આ આસન કરવું જોઈએ નહીં. આ સિવાય જો તમને સ્લિપ ડિસ્કની સમસ્યા છે તો પણ તમે આ આસન કરવાનું ટાળો.

ઉષ્ટ્રાસન
આ આસન નિયમિત રીતે કરવાથી તમે પીઠ અને ખભાને મજબૂત કરી શકો છો. શરીરમાં લચીલાપણું આવે છે. સાથે જ તમારી ડાઈજેશન સિસ્ટમ પણ સુધરે છે. પીઠના નીચેના ભાગમાં થતા દર્દથી રાહત મળે છે. મહિલાઓને માહવારી સંબંધિત તકલીફોમાં પણ આ આસન રાહત આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Care PM modi Shares Video Of Yogasana Women should do this yoga daily Health care
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ