પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર દર વર્ષે ખેડૂતો-ખેતી માટે 6.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
ખેડૂતો-ખેતી માટે સરકારે કેટલો કરે છે ખર્ચ
પ્રધાનમંત્રી મોદીએ જાહેર કર્યાં આંકડા
સરકાર દર વર્ષે ખેડૂતો-ખેતી માટે 6.5 લાખ કરોડ ખર્ચે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ' પર એક કાર્યક્રમને સંબોધિત કરતા PM મોદીએ કૃષિ અને ખેડૂત કલ્યાણ પર સરકારી ખર્ચના આંકડા જાહેર કર્યાં છે. PM મોદીએ કહ્યું કે તેમની સરકાર કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે વાર્ષિક 6.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
નવ વર્ષમાં MSP પર આપ્યાં 15 લાખ કરોડ
મોદીએ કહ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવે તેમની ઉપજ ખરીદીને 15 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારે ગયા વર્ષે 10 લાખ કરોડની ખાતર સબસિડી આપી હતી. મોદીએ કહ્યું કે બીજા શબ્દોમાં કહીએ તો, સરકાર કૃષિ અને ખેડૂતો પર દર વર્ષે આશરે 6.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
પીએમ-કિસાન યોજના, એમએસપી અને ખાતરોમાં સબસિડી
પીએમ કહ્યું કે 2014 માં સત્તામાં આવ્યા પછી તેમની સરકાર પીએમ-કિસાન યોજના, એમએસપી અને ખાતરોમાં સબસિડી જેવી યોજના લઈ આવી છે.
2024માં પણ ખેડૂતો-કૃષિ પર 6.5 લાખ ખર્ચાવાની સંભાવના
પીએમ મોદીએ દર વર્ષે ખેડૂતો અને કૃષિ પર 6.5 લાખ કરોડના ખર્ચની વાત કરી છે તેમાંથી સહેજે માની શકાય છે કે આગામી વર્ષમાં પણ ખેડૂતો અને કૃષિ માટેની આ નાણાકીય સહાય ચાલુ રહેશે. આમેય આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પણ છે તેથી સરકાર ખેડૂતોને હજુ પણ વધારે સહાય જાહેર કરી શકે છે.
ડોક્ટર્સના યોગદાનની પ્રશંસા
મોદીએ શનિવારે 'નેશનલ ડોક્ટર્સ ડે' નિમિત્તે ડોક્ટર્સના યોગદાનની પ્રશંસા કરી હતી. અત્યંત અભૂતપૂર્વ સમયમાં પણ, ચિકિત્સકોએ હિંમત, નિઃસ્વાર્થતા અને ખંતનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે. ડોક્ટરોનું સમર્પણ આપણા સમાજને આશા અને શક્તિ આપે છે.