નોટબંધી PM મોદીના મિત્રોનું કાળુ નાણું સફેદ કરવાની સ્કીમ હતી: રાહુલ ગાંધી

By : vishal 06:44 PM, 08 November 2018 | Updated : 06:44 PM, 08 November 2018
લોકોના મોઢે ચઢેલા નોટબંધી શબ્દને 2 વર્ષ પૂર્ણ થયા. લોકો નવી નોટો વાપરવા લાગ્યા, પરંતુ નોટબંધી અંગેના સવાલો હજુ પણ ઓછા થયા નથી. નોટબંધીના નામે કરોડો લોકોને લાઇનમાં લાગાવી દેવાના સરકારી નિર્ણય અંગે બે વર્ષ બાદ કોંગ્રેસે સવાલ કર્યો છે.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે સરકારના નિર્ણયને વખોડ્યો અને સરકાર સામે સવાલ ઉઠાવ્યા.  તો જેટલીએ વળતા જવાબમાં સરકારના નિર્ણયના ભરપેટ લખાણ કર્યા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસના નેતાઓએ અને વિપક્ષના નેતાઓએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ફરી એકવાર અપશુકનિયાળ દિવસ આવ્યો.

આ તકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ઉમેર્યું હતું કે, નોટબંધીનો નિર્ણય એક બીમાર મગજનો અયોગ્ય નિર્ણય હતો. નોટબંધીના કારણે ભારતની અર્થવ્યવસ્થાને જે નુકસાન થયું છે તે હવે લોકોની સામે આવી રહ્યું છે. નોટબંધીના કારણે દેશનો દરેક નાગરિક હેરાન થયો છે. નોટબંધીના નિર્ણયથી આ સરકારે લોકોને એવો ઘા આપ્યો છે જે દિવસેને દિવસે વધારે તકલીફ આપી રહ્યો છે. 

ત્યારે મીડિયા સાથે વાત કરતા નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, આ પગલું અર્થવ્યવસ્થાને ટ્રેક પર લાવવા સરકારે ભરેલા પગલાઓમાંનું એક મહત્વનું પગલું છે. નોટબંધીનો હેતું કરન્સી જપ્ત કરવાનો ન હતો, પરંતુ ટેકસ વસુલ કરવાનો હતો. 

નોટબંધી બાદ ટેકસની ચોરી કરવી મુશ્કેલ બની છે. એટલું જ નહીં પરંચુ નાણાંકીય વર્ષ 2018-19માં ગત વર્ષની સરખામણીમાં 20.2 ટકા વધુ વ્યક્તિગત ટેકસ જમા થયો. કોરપોરેટ ટેકસનું કલેકશન પણ 19.5 ટકા વધુ રહ્યું છે. 

જ્યારે 2014માં ડાયરેક્ટ ટેકસ કલેક્શન 6.6 ટકા અને 2015માં 9 ટકા રહ્યું. જોકે નોટબંધીના આ પગલાને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે, ખોટું ગણાવ્યું. મનમોહનસિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય ખોટો હતો. તેના કારણે ભારતીય ઈકોનોમિ અને સમાજ હલી ગયો છે. નોટબંધીની અસર દેશના દરેક વ્યક્તિ પર પડી છે. તે પછી પણ કોઈ પણ ઉંમર, જાતિ કે વ્યવસાય કરતો હોય.

તો નોટબંધી મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર પર સૌથી મોટો પ્રહાર કર્યો છે. તેમણે ટ્વીટ કરી નોટબંધી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કર્યુ કે, નોટબંધી વિચારીને કરેલુ એક ક્રુર ષડયંત્ર હતું, પીએમના સુટ-બુટવાળા મિત્રોને ફાયદો કરાવવાનું કૌભાંડ હતુ, નોટબંધી પીએમના મિત્રોનું કાળુ નાણું સફેદ કરવાની સ્કીમ હતી અને નોટબંધીનો બીજો કોઇ અર્થ રાષ્ટ્રની સમજણનું અપમાન છે.Recent Story

Popular Story