બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM modi roadshow in karnataka, inaugurated shivmega airport

કર્ણાટક / PM મોદીનો મોટો રોડ શો, આપી બે મોટી ભેટ, શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન, 8 કરોડ ખેડૂતોને કરોડો

Vaidehi

Last Updated: 05:53 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં થનારી વિધાનસભા ચૂંટણીથી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યનાં પ્રવાસે પહોંચ્યાં છે અને અહીં બેલગાવીમાં 11 કિ.મી લાંબો ભવ્ય રોડ શૉ કર્યો.

  • કર્ણાટકમાં પ્રધાનમંત્રી મોદીનો યોજાયો રોડ શૉ
  • હાઈ સિક્યોરિટીમાં યોજાયો 11 કિ.મી લાંબો રોડ શૉ
  • શિવમેગા એરપોર્ટનું કર્યું ઉદ્ગાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકનાં પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ભાજપનાં દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનાં જન્મદિવસનાં અવસર પર શિવમોગા એરપોર્ટનું પણ ઉદ્ગાટન કર્યું અને બેલગાવીમાં ભવ્ય રોડ શૉ પણ યોજ્યો. આ પહેલાં પોલીસ મહાનિર્દેશક આલોક કુમારે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી. એટલું જ નહીં પીએમ મોદીએ કરોડો ખેડૂતોને હોળીની અદભૂત ભેટ આપી છે.

ખેડૂતોને આપી કરોડોની ભેટ
તેમણે જનસંબોધન કરતાં જણાવ્યું કે 'બેલગાવી સાથે સંકળાયેલા કરોડો ભારતનાં ખેડૂતોને અહીંથી 16000 કરોડ રૂપિયાથી વધુનું ક્રેડિટ આપવામાં આવ્યું છે. આ ઈન્સ્ટોલમેન્ટ હોળીની શુભેચ્છા છે.'

હાઈ પોલીસ સિક્યોરિટીમાં યોજાયો પ્રધાનમંત્રીનો રોડ શૉ
આલોક કુમારે જણાવ્યું કે પીએમ મોદીની સુરક્ષા માટે 6 SP, 11 ASP, 28 DSP, 60 ઈન્સ્પેક્ટર, 22 KSRP અને કુલ 3000 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં હતાં. તેમનો રોડ શૉ આશરે 11 કિલોમીટર લાંબો હતો. કર્ણાટકમાં આવનારા કેટલાક મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને તેવામાં PM મોદીનો રોડ શૉ ભાજપ માટે માહોલ બનાવી શકે છે. તેમણે આ દરમિયાન કેટલાક અગત્યનાં વિકાસનાં કાર્યોનાં પણ પાયા નાખ્યાં છે. તેમણે પીએમ ખેડૂત સમ્માન નિધિ યોજનાનો 13મો ભાગ પણ જાહેર કર્યો.

યેદિયુરપ્પાને અનોખી રીતે જન્મદિવસની પાઠવી શુભેચ્છા
આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે શિવમોગા એરપોર્ટનું ઉદ્ગાટન કરવા પહોંચ્યાં ત્યારે તેમણે યેદિયુરપ્પાને ખાસ અંદાજમાં અભિનંદન પાઠવ્યાં હતાં. પીએમ મોદીએ સભામાં હાજર લોકોથઈ મોબાઈલ ફ્લેશ ઓન કરવા માટે કહ્યું. તેમણે કહ્યું કે આજનો દિવસ વધુ એક કારણે ખાસ છે. આજે કર્ણાટકનાં લોકપ્રિય નેતા બી.એસ. યેદિયુરપ્પાનો જન્મદિવસ છે. હું તેમના લાંબા જીવન માટે પ્રાર્થના કરું છું. તેમણે પોતાનું જીવન ગરીબો અને ખેડૂતોનાં કલ્યાણ માટે સમર્પિત કર્યું છે. '

શિવમોગા એરપોર્ટનું કર્યું ઉદ્ગાટન
શિવમોગા એરપોર્ટનાં ઉદ્ગાટન બાદ પીએમ મોદીએ કહ્યું કે આજે શિવમોગાને પોતાનો એરપોર્ટ મળી ગયો. આ એરપોર્ટની લાંબા સમયથી માગ ચાલી રહી હતી અને હવે તેને પૂર્ણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ ભવ્ય અને સુંદર છે. આ કર્ણાટકની પરંપરા અને આધુનિક ટેકનિકનાં એક અદ્વિતીય મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

PM MODI in karnataka Roadshow shivmogga airport કર્ણાટક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શૉ PM MODI in karnataka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ