pm modi recalls bravery of dogs urges to bring home native breeds
સંબોધન /
PM મોદીએ આ શ્વાનની બહાદુરી બિરદાવી, દેશવાસીઓને ઘરમાં આ બ્રીડ પાળવા આપી સલાહ
Team VTV06:20 PM, 30 Aug 20
| Updated: 06:31 PM, 30 Aug 20
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી સંબોધિત કર્યા. કાર્યક્રમમાં પીએમ મોદીએ ખાસ કરીને સુરક્ષાદળોમાં શ્વાનની ઈમાનદારી અને બલિદાનને યાદ કર્યું.
પીએમ મોદીએ 68મી વાર દેશને મન કી બાતથી કર્યું સંબોધિત
દેશના જાંબાઝ શ્વાનનો પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ ઘરમાં ઇન્ડિયન બ્રીડના શ્વાન પાળવા અપીલ કરી
રમકડા માટે પણ લોકલ ફોર વોકલ થવા દેશવાસીઓને પીએમ મોદીની સલાહ
મન કી બાતમાં પીએમ મોદીએ વિશેષરૂપે સોફી અને વિદાને લઈને વાત કરી. આ માત્ર શ્વાન ટીમનો હિસ્સો જ નહીં તેમને સુરક્ષાદળોના જાંબાજ માનવામાં આવે છે. સોફી અને વિદા ભારતીય સેનાના શ્વાન છે. 74માં સ્વતંત્રતા દિવસના અવસર પર આ શ્વાનને CDSના ‘Commendation Cards’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગયા વર્ષે સેનામાં આ શ્વાનોએ આતંકવાદીઓના ષડ્યંત્રને નાકામ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું. આ શ્વાનોની મદદથી 30 IEDs અને વિસ્ફોટક પકડવામાં સફળતા મળી. આટલું જ નહીં પાંચ આતંકીઓને તેમની મદદથી પકડવામાં આવ્યા અને સેનાએ તેમને ઠાર માર્યા. આતંકીઓના હથિયાર અને વિસ્ફોટક પકડવામાં શ્વાનની ટીમોએ ખાસ ભૂમિકા ભજવી છે. શ્વાનની મદદથી 14 વાર આતંકીઓના હથિયાર અને વિસ્ફોટક પકડવામાં આવ્યા. ચાર વાર બરફમાં દબાયેલા શબોને શોધવામાં મદદ મળી.
પીએમ મોદીએ કહ્યું કે આપણી સેનાઓમાં સુરક્ષાદળો પાસે આવા કેટલાય બહાદુર શ્વાન છે એ દેશના માટે જીવે છે દેશના માટે બલિદાન આપે છે. તેમણે કહ્યું કે કેટલાય ધમાકામાં આતંકી કાવતરાને રોકવામાં આવા શ્વાનની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. થોડા સમય પહેલા મને દેશની સુરક્ષામાં જોડાયેલા શ્વાનની ભૂમિકા વિશે વિસ્તારમાં જાણવાની તક મળી.
નોંધનીય છે કે ભારતીય સેનામાં પ્રશિક્ષિત શ્વાન વિભિન્ન આતંકવાદી વિરોધી અભિયાનમાં ફોર્સ મલ્ટીપ્લાયરના રૂપમાં સેવા પ્રદાન કરે છે. આ સિવાય તે હિમસ્ખલન, ભૂકંપ અને પ્રાકૃતિક આફતો દરમિયાન પણ કેટલાય લોકોના જીવના રક્ષક બને છે. ભારતીય સેનામાં શ્વાનના આઠ અલગ-અલગ ટ્રેડ છે જેવા કે ટ્રેકર, ગાર્ડ, માઈન ડિટેકશન, એકસપ્લોઝિવ ડિટેકશન, ઇન્ફેટ્રી પેટ્રોલ, એવલાંચ રેસ્ક્યુ ઓપરેશન, સર્ચ એન્ડ રેસ્ક્યુ, અસોલ્ટ એન્ડ નારકોટીકસ ડિટેકશન ડૉગ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાર્યક્રમમાં કેટલાક નવા ભારતીય બ્રીડના નામ પણ આપ્યા. આ બ્રીડ મુધોલ હાઉન્ડસ, હિમાચલી હાઉન્ડ, રાજાપલાયમ, ચિપ્પીપરાઈ અને કોમ્બાઈ. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ શ્વાન વિદેશી બ્રીડ કરતા ખૂબ સારા હોય છે પાલનમાં ખર્ચ પણ ઓછો આવે છે. ભારતમાં જ મોટા થવાના કારણે તેમને મોસમમાં પણ કોઈ ખાસ પરેશાની વાત નથી.