Wednesday, July 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાષ્ટ્રપિતા ગાંધીજીની આજે 71મી પુણ્યતિથી PM મોદીએ શ્રધ્ધાંજલી અર્પણ કરી

રાષ્ટ્રપિતા ગાંધીજીની આજે 71મી પુણ્યતિથી  PM મોદીએ શ્રધ્ધાંજલી અર્પણ કરી
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથી છે. ત્યારે આ પ્રસંગે દેશભરમાં અનેક સ્થળોએ વિવિધ શ્રદ્ધાંજલી કાર્યક્રમો યોજાયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં દાંડી યાત્રાની યાદમાં દાંડી સ્મારકનું લોકાર્પણ કરી રહ્યા છે.

જો કે તે પહેલા પીએમ નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રક્ષામંત્રી નિર્મલા સીતારમન ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ રાજઘાટ પહોંચ્યા હતા અને બાપૂને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજઘાટ પહોંચ્યા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના ઐતિહાસિક દાંડીમાં 110 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા ગાંધી નમક સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને આજે રાષ્ટ્રને અર્પણ કરશે. દાંડીકૂચમાં બાપુની 18 ફૂટની પંચ ધાતુની પ્રતિમા મુકવામાં આવી છે.

દાંડીકૂચ દરમિયાન ગાંધી બાપૂ સાથે જોડાયેલા ૮૧ આઝાદીના લડવૈયાઓની પ્રતિમાઓ સાથે અહીં દાંડીકૂચને જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ