બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Modi raised the issue of attack on temples with the Australian Prime Minister
Megha
Last Updated: 03:36 PM, 10 March 2023
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલીયાના પીએમ એન્થોની અલ્બેનિસ વચ્ચે દ્વિપક્ષીય વાતો થઈ છે અને એ દરમિયાન પીએમ મોદીએ ઓસ્ટ્રેલીયામાં હાલમાં જ હિંદુ મંદીર પર થયેલ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસે તેમને ભારતીય સમુદાય અને હિંદુ મંદિરોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે.
'ભારતીય સમુદાયની સલામતી અમારી પ્રાથમિકતા'
જણાવી દઈએ કે આ વિશે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું, 'મેં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાના અહેવાલો જોયા અને આ મેં આ મુદ્દો પીએમ અલ્બેનિસ સામે ઉઠાવ્યો પણ ખરી. આ વિશે એમને મને ખાતરી આપી છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી તેમની પ્રાથમિકતા છે
ADVERTISEMENT
I have seen reports of attacks on temples in Australia. I have conveyed this to PM Albanese and he has assured me that the safety and well-being of the Indian community in Australia is a priority for them: PM Modi pic.twitter.com/NqsxUA8f47
— ANI (@ANI) March 10, 2023
બે મહિનામાં ચાર વખત હિંદુ મંદીર પર થયો હુમલો
જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં છેલ્લા બે મહિનામાં ચાર વખત હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. આ સાથે જ આ મહિનાની શરૂઆતમાં પણ ખાલિસ્તાની સમર્થકોએ બ્રિસ્બેનમાં એક મુખ્ય હિન્દુ મંદિરને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. નોંધનીય છે કે આ પહેલા 23 જાન્યુઆરીના રોજ પણ મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં સ્થિત આઇકોનિક ઇસ્કોન મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા
એ પહેલાની વાત કરી તો 16 જાન્યુઆરીના રોજ વિક્ટોરિયાના કેરમ ડાઉન્સમાં ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં પણ આવી જ રીતે ટોદ ફોડ કરવામાં આવી હતી. અને એ જ મહિનામાંમાં 12 જાન્યુઆરીએ મેલબોર્નમાં પણ એક ઘટના બની હતી જેમાં સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
#WATCH | PM Modi says Australian PM Albanese has assured the safety of the Indian community after reports of attacks on temples pic.twitter.com/20swtPDZWk
— ANI (@ANI) March 10, 2023
એસ જયશંકરે કરી હતી આ માંગ
જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલ હિન્દુ મંદિરોની તોડફોડની ભારતે વારંવાર નિંદા કરી છે અને હાલ જ ઓસ્ટ્રેલિયન સરકાર સામે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ગયા મહિને ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ઓસ્ટ્રેલિયન સમકક્ષ મીટ પેની વોંગ સાથે આ વિશે વાત કરી હતી. એ સમયે ખાલિસ્તાની સમર્થકો દ્વારા દેશમાં હિંદુ મંદિરોની તોડફોડનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.