બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / વીડિયોઝ / દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં સામેલ થયાં PM મોદી, પૂજા અર્ચના કરી

વારાણસી / દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં સામેલ થયાં PM મોદી, પૂજા અર્ચના કરી

Last Updated: 09:56 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ PM નરેન્દ્ર મોદી મંગળવારે બનારસ પહોંચ્યા હતા.

PM Narendra Modi Ganga Aarti: ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ PM નરેન્દ્ર મોદી મંગળવારે બનારસ પહોંચ્યા હતા. બે દિવસના વારાણસી પ્રવાસ પર પહોચેલા પીએમ મોદીએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ મોડી સાંજે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને પાંચમી વખત ગંગા આરતીમાં ભાગ લીધો છે. આ પહેલા તેમણે ગંગાની પૂજા કરી હતી. તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

40 મિનિટની ગંગા આરતી

પીએમ નરેન્દ્ર મોદીએ બનારસના પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર ગંગાની પૂજા કર્યા બાદ ગંગા આરતીમાં ભાગ લીધો હતો. લગભગ 40 મિનિટ સુધી ગંગા આરતીમાં ભાગ લીધો હતો.

pm-modi-ganga-aarrti1

પીએમ મોદીએ ગંગા આરતીમાં ભાગ લીધો

પીએમ મોદીએ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે માતા ગંગાની પૂજા કર્યા બાદ આરતી કરી હતી. પીએમએ કાશી વિશ્વનાથ ધામમાં પૂજા કરી હતી. ઘાટ પર હર હર મહાદેવ અને મા ગંગાના નારા ચાલુ રહ્યા. પીએમ મોદીની ગંગા આરતીમાં ભાગ લેવા માટે ઘાટને ખાસ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. આખો ઘાટ દીવાઓથી પ્રકાશિત છે.

Website Ad 1200_1200 2

ઘાટને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. પીએમ મોદીની સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ગંગા આરતીમાં ભાગ લીધો હતો.ગંગા આરતી દરમિયાન દશાશ્વમેધ ઘાટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હતી. સુરક્ષાકર્મીઓ આસપાસની દરેક ગતિવિધિ પર નજર રાખતા હતા.

આ પણ વાંચોઃ 'મા ગંગાએ મને દત્તક લઈ લીધો, અહીંનો બની ગયો' જીત બાદ પહેલી વાર PM મોદી વારાણસીમાં

આ અગાઉ કાશીના લોકોએ પીએમ મોદીના કાફલા પર ફૂલોની વર્ષા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કારની અંદરથી હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Ganga Aarti PM Modi Banaras Varanasi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ