બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:16 PM, 3 August 2024
લોકપ્રિયતા મામલે પીએમ મોદીને ટપી જવું કોઈ પણ નેતા માટે ખૂબ ભારે છે. આ વાતનું ઉદાહરણ આજે ફરી જોવા મળ્યું છે. વૈશ્વિક નેતાઓના મોટા નિર્ણયો પર નજર રાખતી વૈશ્વિક ફર્મ મોર્નિંગ કન્સલ્ટે આ નવીનતમ ડેટા જાહેર કર્યો છે. આ સર્વે 8 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો હતો. એકત્ર કરાયેલા ડેટાના આધારે વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદી બહાર પાડવામાં આવી છે. ફર્મે તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે રેટિંગ દરેક દેશમાં પુખ્ત વયના લોકો વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણ પર આધારિત છે.
ADVERTISEMENT
પીએમ મોદીનું સર્વોચ્ચ એપ્રુવલ રેટિંગ
જાહેર કરાયેલા આંકડા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એપ્રુવલ રેટિંગ 69 ટકા છે. વિશ્વના નેતાઓમાં આ સૌથી વધુ રેટિંગ ટકાવારી છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 63 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને છે.
ADVERTISEMENT
જાપાની પીએમ સૌથી અલોકપ્રિય
મોર્નિંગ કન્સલ્ટે વિશ્વના 25 નેતાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ મોદી ટોચ પર છે, જ્યારે જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા છેલ્લા સ્થાને છે. તેમની મંજૂરી રેટિંગ માત્ર 16 ટકા છે. યુકેના નવા નિયુક્ત પીએમ કીર સ્ટારરનું એપ્રુવલ રેટિંગ 45 ટકા છે જ્યારે યુએસ પ્રમુખ જો બિડેનનું એપ્રુવલ રેટિંગ 39 ટકા છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને બિડેન કરતા 10 ટકા ઓછા રેટિંગ મળ્યા છે. ટ્રુડોનું રેટિંગ 29 ટકા છે. લોકપ્રિયતાના સંદર્ભમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું રેટિંગ માત્ર 20 ટકા છે. અમેરિકી પ્રેસિડન્ટ જો બાયડન અને ચીની પ્રેસિડન્ટ જિનપિંગ આ યાદીમાં ક્યાંક નથી.
વધુ વાંચો : પરીક્ષામાં મોબાઈલ રણકતાં ટીચરે બાથરુમ લઈ જઈને છોકરીઓના કપડાં ઉતરાવ્યાં
લોકપ્રિય નેતાઓની ટોચની 10 યાદી
ભારતના પીએમ નરેન્દ્ર મોદી - 69 ટકા
મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર - 63 ટકા
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મેલી - 60 ટકા
સ્વિટ્ઝર્લેન્ડના ફેડરલ કાઉન્સિલર વિઓલા એમહાર્ડ - 52 ટકા
આયર્લેન્ડના સિમોન હેરિસ - 47 ટકા
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર - 45 ટકા
પોલેન્ડના ડોનાલ્ડ ટસ્ક - 45 ટકા
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ - 42 ટકા
સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સાંચેઝ - 40 ટકા
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની - 40 ટકા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.