બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / PM મોદી 21 સપ્ટેમ્બરે પહોંચશે US, ટ્રમ્પે કર્યો હતો મીટિંગનો દાવો, હવે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કોને મળશે
Last Updated: 07:10 AM, 20 September 2024
પીએમ મોદી 21 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ક્યાં જશે અને કોને મળશે તેની માહિતી વિદેશ મંત્રાલયે આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસીય અમેરિકા યાત્રા શનિવારથી શરૂ થશે. ત્રણ દિવસની આ મુલાકાતમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા, યૂક્રેન અને ગાઝામાં સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા અને 'ગ્લોબલ સાઉથ'ની ચિંતાઓને દૂર કરવા માટે સભ્ય દેશો વચ્ચે સહકાર વધારવાની રીતો પર ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે 'વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ મળશે. આ બેઠક દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવાની તક પણ મળશે.'
ADVERTISEMENT
21 સપ્ટેમ્બરે ક્વાડ સમિટમાં સામેલ થશે
વડા પ્રધાન મોદી સૌપ્રથમ વિલ્મિંગ્ટન પહોંચશે જ્યાં તેઓ 21 સપ્ટેમ્બરે યુએસ પ્રમુખ, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ અને તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથે ક્વાડ સમિટમાં ભાગ લેશે. મોદી ત્રણેય ક્વાડ દેશોના નેતાઓ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. ક્વાડ સમિટમાં ગાઝા અને યૂક્રેન યુદ્ધ પર ચર્ચા કરવા ઉપરાંત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા સભ્ય દેશો વચ્ચે સહકાર વધારવાના માર્ગો પર ચર્ચા થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
જોકે, વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી એ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે પીએમ મોદી તેમની અમેરિકા મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને મળશે કે નહીં. બીજી તરફ વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે 23 સપ્ટેમ્બરે વડાપ્રધાન ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 'સમિટ ઓફ ધ ફ્યુચર'ને સંબોધિત કરશે. ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરતી ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ભાજપ માટે જમ્મુનો ગઢ જીતવો અધરો, 31 વર્ષમાં માત્ર આટલા ટકા વધ્યો વોટ શેયર
એવા પણ અહેવાલ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન સાથે ક્વાડ સમિટમાં ભાગ લેવા સિવાય પીએમ મોદી ન્યૂયોર્કમાં જ તેમના નેપાળી સમકક્ષ કેપી શર્મા ઓલી સાથે પણ મુલાકાત કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.