બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / PM MODI on gujarat visit amid Tauktae Cyclone hits gujarat
Parth
Last Updated: 09:08 AM, 19 May 2021
ADVERTISEMENT
ગુજરાત આવી રહ્યા છે PM મોદી
રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે તબાહી સર્જી છે. તો રાજ્યના કેટલાક શહેરોમાં પણ વાવાઝોડાની અસરથી વ્યાપક નુકસાન થયું છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે.
ભાવનગર પહોંચશે PM, વિવિધ જિલ્લાઓમાં હવાઈ સર્વેક્ષણ કરશે
PM મોદી સવારે 11.30 વાગ્યે દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર પહોંચશે અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ ત્રણેય જિલ્લાના પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.
ADVERTISEMENT
અમદાવાદ આવીને કરશે બેઠક, લેવાઈ શકે છે મોટો નિર્ણય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દીવમાં પણ વાવાઝોડા બાદની પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનું આકલન કરશે. આ દરમિયાન PM મોદી રાહત પેકેજનું પણ એલાન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે.
વાવાઝોડાથી રાજ્યમાં 19 લોકોના મોત
બે દિવસ સુધી તૌકતે વાવાઝોડાએ આખા ગુજરાતને ઘમરોળ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. સૌરાષ્ટ્રમાં ખેતીમાં પણ ખૂબ નુકસાન થયું છે જ્યારે અમદાવાદ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સંપત્તિનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અમુક લોકો લાપતા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ગુજરાતમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ
વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.