VTV વિશેષ / આ 10 સવાલના જવાબ મળી જાય ને તો પણ કોરોના સંકટમાં ભારતીયોના મન શાંત થઈ જાય

PM Modi needs to address these 10 questions related to coronavirus crisis in India

સમગ્ર દુનિયામાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસની નજર હવે ભારત ઉપર પડી હોય તેવું લાગી રહ્યું છે. ૧૦૦૦ કેસ થયાના ગણતરીના દિવસોમાં હવે ભારતમાં ૨૦૦૦થી વધુ કેસ, ૫૦થી વધુ મોત અને હજારો શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન લાગુ છે. PM મોદીએ જનતા કર્ફ્યું દરમિયાન ડોક્ટરો અને સુરક્ષા કર્મીઓના માનમાં સાંજે તાળીઓ પાડવાનું એલાન કર્યું હતું તેવી રીતે ૫મી એપ્રિલે પોતાના ઘરોથી રોશની કરવાનું આહ્વાન કર્યું છે. આ સમયે ચોક્કસ દેશને આવું મનોબળ વધે તેવી પ્રવૃત્તિઓ કરવાની જરૂર છે પરંતુ આ સાથે જ દેશ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ હાલની પરિસ્થિતિમાં સુધારા માટે ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલું કામ થઇ રહ્યું છે તેને લગતા આ અમુક સવાલો થાય તે પણ સ્વાભાવિક છે.

બ્રેકિંગ ન્યૂઝ