બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / કોણ છે તુલસી ગબાર્ડ? જેની સાથે US પહોંચતા PM મોદીએ કરેલી પ્રથમ મુલાકાત, હવે મળશે ટ્રમ્પને
Last Updated: 08:44 AM, 13 February 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા પછી અમેરિકા પહોંચી ગયા છે. બુધવારે મોડી સાંજે વોશિંગ્ટન પહોંચતાની સાથે જ તેમણે બેઠકોનો દોર શરૂ કર્યો. તેઓ સૌથી પહેલા યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર અને પોતાને હિન્દુ ગણાવનાર તુલસી ગબાર્ડને મળ્યા. આ પછી, વધુ મહત્ત્વપૂર્ણ અધિકારીઓ અને નેતાઓ સાથે પીએમ મોદી મુલાકાત કરવાના છે.
ADVERTISEMENT
PM Modi tweets, "Met USA’s Director of National Intelligence, Tulsi Gabbard in Washington DC. Congratulated her on her confirmation. Discussed various aspects of the India-USA friendship, of which she’s always been a strong votary" pic.twitter.com/Xn39ve4qZf
— ANI (@ANI) February 13, 2025
આ મુલાકાત વિશે માહિતી આપતાં પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "વોશિંગ્ટન ડીસીમાં યુએસએના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે મુલાકાત કરી. તેમની નિમણૂક બદલ અભિનંદન. ભારત-યુએસએ મિત્રતાના વિવિધ પાસાઓની ચર્ચા કરી, જેના તેઓ હંમેશા મજબૂત સમર્થક રહ્યા છે."
ADVERTISEMENT
Washington, DC: Prime Minister Narendra Modi met US Director Of National Intelligence Tulsi Gabbard pic.twitter.com/IqOH1YfnFp
— ANI (@ANI) February 13, 2025
કોણ છે તુલસી ગબાર્ડ?
તુલસી ગબાર્ડ ભારતીય મૂળના નથી. તેમની માતાએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. આ પછી તુલસી પણ તેને આગળ વધારી રહી છે. તેમનો ઉછેર હિન્દુ ધર્મ પ્રમાણે જ થયો હતો. હિન્દુ ધર્મ સાથેના તેમના ઊંડા જોડાણને કારણે, તેમનું નામ તુલસી રાખવામાં આવ્યું હતું. તુલસી ગબાર્ડે સિનેમેટોગ્રાફર અબ્રાહમ વિલિયમ્સ સાથે લગ્ન કરેલા છે.
જણાવી દઈએ કે યુએસ સેનેટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટમાં રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તરીકે તુલસી ગબાર્ડની નિમણૂકની બુધવારે પુષ્ટિ કરી દીધી. જોકે રિપબ્લિકન પાર્ટીના સભ્યોએ પહેલા તેમની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ બાદમાં તેઓએ આ પદ માટે ગબાર્ડને સમર્થન આપ્યું.
આ પણ વાંચો: PM મોદી અમેરિકામાં: ભારતીયોએ કર્યું ભવ્ય સ્વાગત, જુઓ PHOTOS
તુલસી ગબાર્ડ પૂર્વ સૈન્યકર્મી છે અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી કોંગ્રેસ (યુએસ સંસદ) ના સભ્ય રહી ચૂક્યા છે. સેનેટે તેમની નિમણૂકને 48ની સરખામણીમાં 52 મતોથી મંજૂરી આપી. ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોએ ગબાર્ડની નિમણૂકનો સખત વિરોધ કર્યો. જોકે, સેનેટમાં રિપબ્લિકન પાર્ટી પાસે બહુમતી છે.
તુલસી ગબાર્ડ હવે અમેરિકાના ટોચના ગુપ્તચરનું પદ સંભાળશે. 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા દરમિયાન બહાર આવેલી ગુપ્તચર નિષ્ફળતાઓનો સામનો કરવા માટે રાષ્ટ્રીય ગુપ્તચર નિયામકની કચેરીની સ્થાપના કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.